Home > ઉમાશંકર જોશી, ગાર્ગી વોરા, ગીત > કોઈ જોડે, કોઈ તોડે – ઉમાશંકર જોશી

કોઈ જોડે, કોઈ તોડે – ઉમાશંકર જોશી

સ્વર: ગાર્ગી વોરા
સ્વરાંકન: શ્યામલ – સૌમિલ મુન્શી
આલ્બમ: હસ્તાક્ષર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કોઈ જોડે, કોઈ તોડે પ્રીતડી
કોઈ જોડે, કોઈ તોડે.

કોઈ ગુમાને ઉર-અરમાને અમથું મુખડું મોડે,
કો આંખને અધઅણસારે ઉલટથી સામું દોડે.
પ્રીતડી કોઈ જોડે, કોઈ તોડે.

કો એક ગભરુ પ્રણયભીરું ખસી ચાલે થોડે થોડે,
કોઈ ઉમંગી રસરંગી ધસી આવે કોડે કોડે.
પ્રીતડી કોઈ જોડે, કોઈ તોડે.

કોઈ અભાગી અધરે લાગી હૃદય કટોરી ફોડે,
કો રસીયા હૈયા ખાતર થઈ મૂકે જીવતર હોડે.
પ્રીતડી કોઈ જોડે, કોઈ તોડે.

કોઈ જોડે, કોઈ તોડે પ્રીતડી
કોઈ જોડે, કોઈ તોડે.

Please follow and like us:
Pin Share
  1. Kanubhai
    April 2nd, 2009 at 11:31 | #1

    શબ્દ અને સૂરની સંગત અદ્ભૂત્ ખૂબ જ સુંદર.

  2. April 2nd, 2009 at 13:54 | #2

    હસ્તાક્ષર આલ્બમ ખરેખર અદભૂત છે. એક-એક ગીત માણવાનો આનંદ છે.

  3. April 12th, 2009 at 13:43 | #3

    સુંદર સ્વર

  1. February 14th, 2013 at 01:49 | #1
  2. March 19th, 2016 at 14:11 | #2