Home > ગઝલ, મનોજ ખંડેરીયા, રવિન નાયક > હાથમાં કારોબાર રાખ્યો તેં – મનોજ ખંડેરીયા

હાથમાં કારોબાર રાખ્યો તેં – મનોજ ખંડેરીયા

સ્વર/સ્વરાંકન: રવિન નાયક

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં.

એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં.

કોણ છું કોઈ દિ’ કળી ન શકું,
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં.

આંખમાં દઇ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં.

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.
———————————
સૌજન્ય: ઊર્મિસાગર

Please follow and like us:
Pin Share
  1. April 7th, 2009 at 13:46 | #1

    આંખમાં દઇ નિરાંતનું સપનું,
    દોડતો મારોમાર રાખ્યો તેં.

    ખૂબ સરસ રચના અને ઉત્તમ સ્વરાંકન. આ ગઝલ મને બહુજ ગમી.
    આભાર નીરજભાઇ.

  2. dr mahendra shah
    April 7th, 2009 at 14:16 | #2

    bahu nabalu swarankan

  3. POOJA PTEL
    April 8th, 2009 at 18:41 | #3

    બહુજ સ્રરસ અદભુત કવિતા

  4. Kaushik gandhi
    April 9th, 2009 at 14:08 | #4

    બહુજ સુદર રચના ,અદભુત આનદ થયો.

  5. Dr.Shrenik SHAH
    May 8th, 2009 at 09:30 | #5

    ખુબ જ સુન્દર. બહુજ મજા આવી. આભાર.

  6. Naishadh Pandya
    June 19th, 2009 at 16:21 | #6

    આ ફક્ત મનોજભાઇ જ લખી શકે એવી ગઝલ અતિ સુન્દર

  7. jayesh vasa
    August 28th, 2009 at 16:39 | #7

    આતલિ સુન્દેર કવિત ને ગઝલ ન બનવો..મનોજ્ભૈ ન સ્વર મ કવિત સમ્ભ્લો

  8. Kanubhai Suchak
    September 14th, 2009 at 16:45 | #8

    અતિ ઉત્તમ ગઝલ. નાની બહેરની ગઝલનુ સુન્દર સ્વરાન્કન થયુ છે.

  1. No trackbacks yet.