Home > અનાર કઠિયારા, ગીત, મકરંદ દવે > પ્રભુએ બંધાવ્યું મારું પારણું – મકરંદ દવે

પ્રભુએ બંધાવ્યું મારું પારણું – મકરંદ દવે

સ્વરાંકન: અમર ભટ્ટ
સ્વર: અનાર કઠિયારા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પ્રભુએ બંધાવ્યું મારુ પારણું રે લોલ,
પારણીયે ઝૂલે ઝીણી જ્યોત રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

નભથી પધારી મારી તારલી રે લોલ,
અંગે તે વ્હાલ ઓતપ્રોત રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

લેજો રે લોક એનાં વારણા રે લોલ,
પુત્રી તો આપણી પુનાઈ રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

ઓસરિયે, આંગણિયે, ચોકમાં રે લોલ,
વેણીના ફૂલની વધાઈ રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

ગૌરીનાં ગીતની એ ગુલછડી રે લોલ,
દુર્ગાના કંઠનો હુંકાર રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

બાપુની ઢાલ બને દિકરો રે લોલ,
કન્યા તો તેજની કટાર રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

ઉગમણે પ્હોર રતન આંખનું રે લોલ,
આથમણી સાંજે અજવાસ રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

રમતી રાખો રે એની રાગિણી રે લોલ,
આભથી ઊંચેરો એનો રાસ રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

Please follow and like us:
Pin Share
  1. nirupam
    April 9th, 2009 at 10:17 | #1

    Beautiful.Well composed Sung song-Poem.

  2. nirupam
    April 9th, 2009 at 10:18 | #2

    Beautiful well composed & sung song-poem

  3. minoo pandya
    April 9th, 2009 at 13:51 | #3

    સુન્દર રચના,સુન્દર સન્ગીત , સુન્દર કંઠ

  4. April 10th, 2009 at 16:47 | #4

    🙂 🙂 🙂 Niraj..!! Nice one…

  5. April 16th, 2009 at 16:33 | #5

    પુત્રીજન્મનાં વધામણાંનું સુંદર ગીત !!

  6. October 11th, 2010 at 20:02 | #6

    આભાર !

  7. મેઘબિંદુ
    December 30th, 2017 at 17:46 | #7

    ગીત, સ્વરાંકન , સ્વરનૉ સાક્ષાતકાર. અભિનંદન.
    મેઘબિંદુ.

  1. No trackbacks yet.