Home > આદિલ મન્સુરી, ગઝલ, મનહર ઉધાસ > મળે ન મળે – આદિલ મન્સૂરી

મળે ન મળે – આદિલ મન્સૂરી

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચહેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે

Please follow and like us:
Pin Share
  1. …* Chetu *…
    July 24th, 2007 at 14:28 | #1

    નાનપણ થી આ ગઝલ મારી ઍકદમ પ્રિય છે..!…જ્યારે દેશ મુકી ને જવા નો સમય થયેલ ત્યારે તો આ ગઝલ નાં શબ્દો વારંવાર મારા હ્રદય માં ઉદભવી રહેલ્..!..પરંતુ આજે પહેલી વાર ઓડીયો સાંભળી રહી છું..! ..આભાર ..!

  2. July 25th, 2008 at 23:48 | #2

    I fully agree w/Chetu.I visit but it is very uncertan.Excllent wording.I have the same song by pandit Atul Desai of ahemdabad very interesting & mind blowing.niraj, if u need pl.write me.great pleasure to send u ASAP.
    THXS,
    Atri Desai

  3. manisha
    March 10th, 2010 at 10:50 | #3

    મન્હર ઉધાસ નિ ગઝલ ખુબ જ ગમિ

  4. manisha
    March 10th, 2010 at 10:53 | #4

    first time i vist gujarati songs based site n i like it. really i like the collection of gujarati songs n ghazals particularly manhar udhas’s ghazals.

  5. maan patel
    July 15th, 2010 at 04:40 | #5

    saras geet se maja padi gay sache rankar com mast majai sait se sur ane sanget bane no barabar samnavay thayo che good gamyu kay alag fil thay se asong thi ,,,,,nice ..mann..

  6. Nayan Naik
    October 6th, 2012 at 14:15 | #6

    વતનની ધૂળથી માથું ભરી લઉં “આદીલ”
    અરે આ ધૂળ પછી ઉમર ભર મળે ના મળે
    What do I tell about this poem, It made me cry like a little kid. Hats off to “Aadil Mansoori” Saheb, really touchy lyrics are used. I am moving to USA & this song has really touched my life.
    GR8….

  1. No trackbacks yet.