Home > આસીમ રાંદેરી, ગઝલ, મનહર ઉધાસ > લીલા નું થાશે મિલન આજ રાતે – આસીમ રાંદેરી

લીલા નું થાશે મિલન આજ રાતે – આસીમ રાંદેરી

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સુંવાળો છે શિતળ પવન આજ રાતે, પ્રસારે છે ખુશ્બુ ચમન આજ રાતે,
રૂપેરી છે આંખો ગગન આજ રાતે, ખીલે કાં ન કુદરતનું મન આજ રાતે,
ન કાં હોય એ સૌ મગન આજ રાતે, કે લીલાનું થાશે મિલન આજ રાતે.

હતી કલ્પનામાં જે રાહત ની દુનીયા, મને જોવા મળશે એ રંગતની દુનીયા,
મહોબ્બતની આંખો મહોબ્બતની દુનીયા, બની જાશે ઘર એક જન્નતની દુનીયા,
થશે હુર નું આગમન આજ રાતે, કે લીલાનું થાશે મિલન આજ રાતે.

જીવનને કહો આશ દિપક જલાવે, હ્રદય લાગણીઓ ના તોરણ બનાવે,
ઊંમગો શયન સેજ સુંદર બનાવે, નયનનું છે એ કામ પાંપણ બિછાવે,
પધારે છે એ ગુલબદન આજ રાતે, કે લીલાનું થાશે મિલન આજ રાતે.

વહે છે નસે નસ માં જેની મહોબ્બત, નયનમાં છે જેની સદા રમ્ય સુરત,
હ્રદય મારું છે જેની સંપુર્ણ મિલ્કત, કવનમાં છે જેની જવાની ની રંગત,
હું ગાઇશ એના કવન આજ રાતે, કે લીલાનું થાશે મિલન આજ રાતે.

હું દમ જેની પ્રીતીનાં ભરતો રહ્યો છું, જુદાઇમાં જેની હું મરતો રહ્યો છું,
વિચારોમાં જેના વિચરતો રહ્યો છું, કવિતા સદા જેની કરતો રહ્યો છું,
થશે એનાં સો સો જતન આજ રાતે, કે લીલાનું થાશે મિલન આજ રાતે.

પ્રથમ પ્રેમ મંદિરમાં લાવીશ એને, પછી ભેટ દિલની ધરાવીશ એને,
બધી આપવીતી સુણાવીશ એને, કહું શું કે શું શું જણાવીશ એને,
થશે દિલ થી દિલનું કથન આજ રાતે, કે લીલાનું થાશે મિલન આજ રાતે.

કહો કોઇ ‘આસીમ’ને વીણા ઉઠાવે, ગઝલ એક મીઠી મિલન ની સુણાવે,
ન ઉતરે નશો એવી રંગત જમાવે, મહોબ્બતના માદક તરંગે ચઢાવે,
એ પુરું કરે છે વચન આજ રાતે, કે લીલાનું થાશે મિલન આજ રાતે.

Please follow and like us:
Pin Share
  1. Shrenik Shah
    February 15th, 2008 at 06:26 | #1

    Beautiful. superb. “જુઓ લીલા કોલેજ મા જઈ રહી ચ્હે”, ત્યાર બાદ લીલા ની બીજી ગજલ સામ્ભ્લી. આબેહુબ વર્ણન કર્યુ ચ્હે.

  2. Bhavesh
    February 6th, 2009 at 21:24 | #2

    Thanks Assem Sir for all the great work in Ghazals. We will miss you very much.
    RIP Aasimbhai.

  1. No trackbacks yet.