ગુર્જરી – અદમ ટંકારવી

Gujarat

પ્રસ્તાવના: અંકિત ત્રીવેદી
સ્વર: આલાપ દેસાઈ, ચંદુ મટ્ટાણી, બાલી બ્રહ્મભટ્ટ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

વેમ્બ્લીમાં લડખડે છે ગુર્જરી,
જીન્સ પહેરીને ફરે છે ગુર્જરી.

લેસ્ટરમાં સ્હેજ ઉંચા સાદથી,
શોપમાં રકઝક કરે છે ગુર્જરી.

બ્લેકબર્નમાં ખુબ હાંફી જાય છે,
બર્ફ પર લપસી પડે છે ગુર્જરી.

ક્યાંક વિન્ટર થઈને થીજી જાય છે,
ક્યાંક ઓટમ થઈ ખરે છે ગુર્જરી.

કોક એને પણ વટાવી ખાય છે,
પાંચ પેનીમાં મળે છે ગુર્જરી.

બોલ્ટનમાં જાણે બોમ્બે મીક્સ છે,
ત્યાં પડીકામાં મળે છે ગુર્જરી.

હાળું ઐં હુરતનાં જેવું ની મળે,
બેટલીમાં ગાળ દે છે ગુર્જરી.

સાંધાવાળો સાડલો પહેરી ફરે,
કયાં હવે દીઠી ગમે છે ગુર્જરી.

આર્થરાઈટીસથી હવે પીડાય છે,
લાકડી લઈને ફરે છે ગુર્જરી.

લોક બર્ગર ખાય છે ગુજરાતમાં,
ને ઈંગ્લેન્ડમાં ભજીયા તળે છે ગુર્જરી.

વાસી-કુસી થઈ ગઈ બારાખડી,
ફ્રિજમાં એ સાચવે છે ગુર્જરી.

સાંજ પડતા એને પીયર સાંભરે,
ખુણે બેસીને રડે છે ગુર્જરી.

જીવ પેઠે સાચવે એને ‘અદમ’
ને ‘અદમ’ને સાચવે છે ગુર્જરી.

Please follow and like us:
Pin Share
  1. May 1st, 2009 at 10:33 | #1

    Really a very touchy song… was waitng for the day to listen tht on Rankaar since i heard in ur valuable collection…Thnx Niraj…

  2. sujata
    May 1st, 2009 at 11:02 | #2

    વાસી-કુસી થઈ ગઈ બારાખડી,
    ફ્રિજમાં એ સાચવે છે ગુર્જરી.

    very true….

  3. May 1st, 2009 at 11:34 | #3

    nice…. શબ્દો સરસ છે …કૈક નવી રચના ..! ( ગુર્જરી-ગુર્જરીનો જે આલાપ છે એ ફિલ્મ ” ડુપ્લિકેટ ” ના ગીત મેરે મહેબુબ મેરે સનમ … ને મળતો આવે છે. )

  4. Bharat Atos
    May 1st, 2009 at 12:14 | #4

    ગુજરાતદિનની આપને ખુબ ખુબ શુભકામનાઓ.
    સુંદર ગીત…

  5. May 1st, 2009 at 13:24 | #5

    ગરવા ગુજરાત નો આ ગરવો દિન મુબારક…
    આભાર દોસ્ત.. અને અભિઁનંદન… આ ગરવા ગુર્જરીસુરો ને રણકાવા બદલ..
    ગીત અને પ્રસ્તાવના… બન્ને ખુબ જ ઉમદા છે..

  6. May 1st, 2009 at 13:53 | #6

    વેમ્બલીની ગુર્જરી વાસીકુસી નથી !!

    નીરજ લંડનમાં રહી આવતી પેઢી માટે તરોતાજા ફ્રીઝમાં સ્ટૉર કરે છે.
    અને જીવ પેઠે સાચવવા પ્રયત્ન કરે છે.

    Happy Gujarat din…..

  7. May 1st, 2009 at 15:20 | #7

    સાંભળવાની મજા આવી… ખાસ કરીને હુરતી ગાર હાંભળવાની બૌ મજ્જા આવી.. 🙂

    ગુજરાત દિનની શુભેચ્છાઓ.

  8. kedar
    May 3rd, 2009 at 12:44 | #8

    wahh niraj… majaa avi gai…
    good experimental song…
    just like gujarati avtaar of MERE MEHBOOB MERE SANAM…

  9. May 3rd, 2009 at 13:18 | #9

    હલકી-ફુલકી રમતિયાળ રચના. મજા પડી.

  10. M.D.Gandhi, U.S.A.
    May 4th, 2009 at 16:42 | #10

    સચોટ વર્ણન. જોકે ખરી વાત એ છે કે એકલી ગુજરાતી ભાષા જ નહીં, મરાઠી, હીન્દી, બેંગાલી, સાઉથની હોય કે કોઈ પણ ભાષા હોય, દરેકની આવીજ હાલત છે.
    ઈંગ્લેંડની તો ખબર નથી પણ અહિં અમેરીકામાં તો દરેક ભારતીય ભાષાની આવી હાલત છે. ફક્ત મેકસીકન અથવા તો જેને સ્પેનીશ કહીએ છીએ એ ભાષાએ પોતાનુ સ્વરુપ થોડુંઘણું જાળવી રાખ્યું છે અથવાતો કહો કે સરકારે પણ માન્યતા આપેલી છે એટલે તેનું ચલણ રહ્યું છે.

  11. Janak Parekh
    May 5th, 2009 at 17:40 | #11

    Very true!!! Thanks Niraj, for serving our mothertong so nicely. I should convey my feelings in Gujarati, but I am not so conversant to the gijarati fonts you are providing with this website. Pl. upload a poem by Mr.Ninu Majumdar ‘Eak Sushk Sarad ni rate’ THANK YOU VERY MUCH

  12. May 6th, 2009 at 05:57 | #12

    સાંજ પડતા એને બીયર સાંભરે,
    ખુણે બેસીને પીએ છે ગુર્જરી.

    😉

  13. જયકાંત જાની USA
    May 8th, 2009 at 16:02 | #13

    પ્રપોત્ર નો ઘોડો બની ને ન રમ્યા
    ઓબામાનો આખલો બન્યો છે ગુર્જરી…..

  14. January 21st, 2010 at 21:04 | #14

    સાંજ પદે એને પીયર સાંભરે,
    ખૂણે બેસી રડે છે ગુર્જરી…કેટલુ સાચું પન ગઝલ એકદમ હલકી ફુલકી
    મજા પડી..
    સપના

  1. No trackbacks yet.