Home > ઉદય મઝુમદાર, ગઝલ, મરીઝ > દીવાનગી જ સત્યનો – મરીઝ

દીવાનગી જ સત્યનો – મરીઝ

સ્વર: ઉદય મઝુમદાર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

દીવાનગી જ સત્યનો સાચો પ્રચાર છે,
જાણી ગયા બધાં કે મને તુજથી પ્યાર છે.

શોધો પ્રસંગને એ તમારા ઉપર રહ્યું,
આખું જીવન અમારું હવે આવકાર છે.

મળવા જો એને ચાહું તો હમણાં મળી શકું,
એ વાત છે જુદી કે મને ઇંતઝાર છે.

એકાદ હો તો એને છૂપાવી શકું ‘મરીઝ’,
આ પ્રેમ છે ને એનાં પુરાવા હજાર છે.

Please follow and like us:
Pin Share
  1. May 6th, 2009 at 12:55 | #1

    સુંદર ગઝલ… એવું જ તોફાની સ્વરાંકન…

  2. May 6th, 2009 at 20:26 | #2

    મળવા જો એને ચાહું તો હમણાં મળી શકું,
    એ વાત છે જુદી કે મને ઇંતઝાર છે

    ખૂબ સરસ ગઝલ અને સંગીત પણ મજાનું….

  3. Bharat Atos
    May 7th, 2009 at 15:48 | #3

    સુંદર ગઝલ.
    એકાદ હોય તો છુપાવી શકું મરીઝ….
    વાહ! શું વાત છે.

  4. Naishadh Pandya
    May 12th, 2009 at 07:17 | #4

    સુદર અને સુરેખ ગઝલ અને રમતિયાળ રજુઆત, મજા પડી ગઈ.

  5. hitesh_patel
    September 4th, 2009 at 08:02 | #5

    ડૉ. પ્રીતેશ વ્યાસ :મળવા જો એને ચાહું તો હમણાં મળી શકું,એ વાત છે જુદી કે મને ઇંતઝાર છે
    ખૂબ સરસ ગઝલ અને સંગીત પણ મજાનું….

    @ડૉ. પ્રીતેશ વ્યાસ

  1. No trackbacks yet.