Archive

Click play to listen all songs in ‘ગરબા-રાસ’ Category
This text will be replaced by the flash music player.

મહેંદી રંગ લાગ્યો – અવિનાશ વ્યાસ

September 24th, 2009 11 comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મહેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે.
મહેંદી રંગ લાગ્યો..

નાનો દીયરીયો લાડકો ને
કંઈ લાવ્યો મહેંદીનો છોડ રે
મહેંદી રંગ લાગ્યો..

વાટી-ઘૂંટીને ભર્યો વાટકો ને
ભાભી રંગો તમારા હાથ રે
મહેંદી રંગ લાગ્યો..

હાથ રંગીને વીરા શું કરું રે
એનો જોનારો પરદેશ રે
મહેંદી રંગ લાગ્યો..

લાખ ટકા આલું રોકડા રે
કોઈ જાજો દરિયા પાર રે.
મહેંદી રંગ લાગ્યો..

taintedsong.com taintedsong.com taintedsong.com

સૂનાં સરવરિયાને કાંઠડે – અવિનાશ વ્યાસ

August 13th, 2009 No comments

સ્વર: મેધા યાજ્ઞિક
સંગીત: મયુર દવે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સૂનાં સરવરિયા ને કાંઠડે હું બેડલું મેલીને નાહવા ગઈ,
પાછી વળી ત્યારે બેડલું નંઈ…
હું તો મનમાં ને મનમાં મુંઝાણી મારી બઈ,
શું રે કહેવું મારે માવડી ને જઈ?
પાછી વળી ત્યારે બેડલું નંઈ..

કેટલું રે કહ્યું પણ કાળજું ન ચોર્યું,
ને ચોરી ચોરીને એણે બેડલું રે ચોર્યું.
ખાલીખમ બેડલાથી વળે નહીં કઈ..
પાછી વળી ત્યારે બેડલું નંઈ..

નીતરતી ઓઢણી ને નીતરતી ચોળી,
ને બેડલાનો ચોર મારે કેમ લેવો ખોળી?
દઈ દે મારું બેડલું મારા દલડાને લઈ..
પાછી વળી ત્યારે બેડલું નંઈ..

taintedsong.com taintedsong.com taintedsong.com

બેડલું ચડાવ રે ગિરિધારી..

October 8th, 2008 5 comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હા હા રે ઘડૂલીયો ચડાવ રે ગિરિધારી
હે ઘેર વાટ્યું જોવે છે મા ભોળી,
કે બેડલું ચડાવ રે ગિરિધારી.

તારા માથાનો અંબોડો રે ગિરિધારી,
હે જાણે છૂટ્યો તેજી ઘોડો,
કે બેડલું ચડાવ રે ગિરિધારી.

તારી આંખ્યુનો ઉલાળો રે ગિરિધારી,
હે જાણે દરિયાનો હિલોળો,
કે બેડલું ચડાવ રે ગિરિધારી.

તારા હાથ્યુંની કલાયું રે ગિરિધારી,
હે જાણે સોનાની શરણાયું,
કે બેડલું ચડાવ રે ગિરિધારી.

તારા હાથ્યુંની આંગળીયું રે ગિરિધારી,
હે જાણે ચોળા મગની શીંગું,
કે બેડલું ચડાવ રે ગિરિધારી.

તારા પેટળીયાનો ફાંદો રે ગિરિધારી,
હે જાણે પૂનમ કેરો ચાંદો,
કે બેડલું ચડાવ રે ગિરિધારી.

Categories: ગરબા-રાસ Tags:

taintedsong.com taintedsong.com taintedsong.com

ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય – કાંતિ અશોક

October 7th, 2008 4 comments

સ્વર: પ્રફુલ દવે, અલ્કા યાજ્ઞીક

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય,
ના ના રે રહેવાય, ના ના રે સહેવાય,
ના કોઈ ને કહેવાય..

ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય,
તારું મુખડું મલકાય, તારું જોબન છલકાય,
મારાં હૈયામાં કૈં કૈં થાય..
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..

ઓ રે ઓ રે મેઘ વરસે ને ભીંજે ચીર..
હાય હાય હાય વાગે તીર, વાગે તીર.
ઓ રે ઓ રે તારું ચંદંન સરીખું શરીર,
હાય હાય હાય નીતરે નીર, નીતરે નીર.
રૂપ દૂર થી જોવાય, ના ના રે અડકાય,
ઇ તો અડતા કરમાય..
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..

ઓ.. મારે નેણ લજ્જા લહેરે છે..
હો.. તારા રૂપ ની ભીનાશ તને ઘેરે છે.
હું તો સંકોરુ કાય, અંગ અંગથી ભીંસાય,
મને મરવાનું થાય..
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..

હાય રે.. ઓલી વીજળી કરે ચમકાર,
હાય હાય હાય વારંવાર..
ઓ રે.. ઈ તો હૈયાનાં સાંધે તાર,
હોયે હોયે હોયે નમણી નાર..
મારું મનડું મુંજાય, એવે લાગી રે લ્હાય
ના ના રે બુજાય..
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..

taintedsong.com taintedsong.com taintedsong.com

નદી કિનારે નાળિયેરી…

October 6th, 2008 7 comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે
હો મારી અંબા માને કાજે ભાઈ નાળિયેરી રે

પહેલું તે નાળિયેરી એકરંગી રે ભાઈ નાળિયેરી રે
હો મારી કાળકામાને કાજે ભાઈ નાળિયેરી રે

બીજું તે નાળિયેર દૌરંગી રે ભાઈ નાળિયેરી રે
હો મારી બહુચર માને કાજે ભાઈ નાળિયેરી રે

ત્રીજું તે નાળિયેર ત્રઈરંગી રે ભાઈ નાળિયેરી રે
હો મારી કુળજા માને કાજે ભાઈ નાળિયેરી રે

ચોથું તે નાળિયેર ચૌરંગી રે ભાઈ નાળિયેરી રે
હો મારી ચામુંડા માને કાજે ભાઈ નાળિયેરી રે

પાંચમું તે નાળિયેર પંચરંગી રે ભાઈ નાળિયેરી રે
હો મારી ખોડિયાર માને કાજે ભાઈ નાળિયેરી રે

Categories: ગરબા-રાસ Tags:

taintedsong.com taintedsong.com taintedsong.com