Archive

Click play to listen all songs in ‘મિતાલી સીંગ’ Category
This text will be replaced by the flash music player.

હું અને તું – તુષાર શુક્લ

May 12th, 2008 5 comments

સ્વર: ભુપિન્દર – મિતાલી સિંગ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હું અને તું નામના કાંઠાને તોડી જળ વહ્યાં સંગાથમાં, તે આપણે;
શ્વાસશ્વાસે એકબીજામાં થઈ સૌરભ રહ્યાં સંગાથમાં, તે આપણે.

આપણાં હર શ્વાસમાં છે વ્હાલ ને વિશ્વાસ વ્હાલમ;
ને જીવનનું નામ દીધું હેતનો મધુમાસ વ્હાલમ.
આંખને ઉંબર અતિથી અશ્રુને સપનાં સખીરી;
રસસભર જીવતરને ખાતર બેઉ છે ખપના સખીરી.
આંખથી ક્યારેક ઝરમર ને કદી ઝલમલ સહ્યાં સંગાથમાં, તે આપણે.

રંગને પીંછી તણો સંવાદ, આપણ બેઉ સજની;
સૂર ગૂંથ્યા શબ્દનો અનુવાદ, આપણ બેઉ સજની.
છે મને ના યાદ કોઈ પ્રેમમાં ફરિયાદ, સજના;
જિંદગી લાગે મને પ્રીતિ તણો પ્રસાદ, સજના.
જિંદગીનાં સર્વ રંગો ને ઉમંગોને ચહ્યાં સંગાથમાં, તે આપણે.

taintedsong.com taintedsong.com taintedsong.com

રાધાનું નામ – સુરેશ દલાલ

January 17th, 2008 25 comments

સ્વરાંકન: ક્ષેમુ દિવેટીયા
સ્વર: મિતાલી સીંગ
આલ્બમ: આકાશ સવાયા ગુજરાતીનું

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો ઘનશ્યામ,
સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ.

વણગૂથ્યા કેશ અને અણઆંજી આંખડી, ખાલી બેડાની કરે વાત,
લોકો કરે છે શાને દિવસ ને રાતડી મારા મોહનની પંચાત.
વળી વળી નીરખે છે કુંજગલી પૂછે છે, કેમ અલી? ક્યાં ગઈ’તી આમ?
રાધાનું નામ તમે..

કોણે મૂક્યુ રે તારે અંબોડે ફૂલ એની પૂછી પૂછીને લિયે ગંધ,
વહે અંતરની વાત એ તો આંખ્યુની ભૂલ જો કે હોઠોની પાંખડીઓ બંધ.
મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ,
રાધાનું નામ તમે..

taintedsong.com taintedsong.com taintedsong.com

કોયલ ઉડી રે ગઈ ને પગલાં પડી રે રહ્યાં – અવિનાશ વ્યાસ.

September 28th, 2007 No comments

સ્વર: મિતાલી સિંગ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કોયલ ઉડી રે ગઈ ને પગલાં પડી રે રહ્યાં
સુના સરવર ને સૂનુ આમ્બલિયું
એના પાંદડે પાંદડા રડી રે રહ્યાં

આયખું વેઠીને પાન પીળું રે થયું
માડીની આંખોમાં આન્સુ ના રહ્યું
વનનુ પિયરીયું સૂનુ રે પડ્યું
એના ટહુકા હવે ના જડી રે રહ્યાં

સહિયરની આંખોમા વેદનાની વાણી
સહિયરની આંખલડી કહેતી રે કહાણી
એક આંખે ફાગણ ને એક આંખે શ્રાવણ
જો ને વિજોગ ના વાદળા ચડી રે રહ્યાં

વાદલડી ને કેજો કે સૂરજને ઢાંકે
ઝાંછો રે તાપ મારી દીકરી ના સાંખે
હળવેથી વેલડુ હાંકજોરે ભાઈ
એને વાટ્યુ ના કાંકરા નડી રે રહ્યાં

taintedsong.com taintedsong.com taintedsong.com

ખૂશ્બુમાં ખીલેલા ફૂલ હતાં – સૈફ પાલનપુરી

September 5th, 2007 1 comment

સ્વર: મિતાલી સીંગ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ખૂશ્બુમાં ખીલેલાં ફૂલ હતાં, ઊર્મીમાં ડુબેલાં જામ હતાં
શું આસુંનો ભુતકાળ હતો, શું આસુંના પણ નામ હતાં

હું ચાંદની રાતે નીકળ્યો તો મારી સફર ચર્ચાઇ ગઇ
કંઇ મંઝીલ પણ મશહુર હતી, કંઇ રસ્તા પણ બદનામ હતાં

જીવનની સમી સાંજે મારે ઝખમોની યાદી જોવી હતી
બહું ઓછાં પાનાં જોઇ શક્યો, બહુ અંગત અંગત નામ હતાં

થોડીક શીકાયત કરવી હતી, થોડાક ખુલાસા કરવા હતાં
ઓ મોત જરા રોકાઇ જતે, બે ચાર મને પણ કામ હતાં

taintedsong.com taintedsong.com taintedsong.com