Home > કૃષ્ણગીત, સુરેશ દલાલ, સૌમિલ મુન્શી > ધેનુકાની આંખોમાં – સુરેશ દલાલ

ધેનુકાની આંખોમાં – સુરેશ દલાલ

સ્વરાંકન: પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વર: સૌમિલ મુનશી અને વૃંદ

ધેનુકાની આંખોમાં જોયા મેં શ્યામ હે એના રૂંવે રૂંવે વાંસળી વાગે !

ધેનુકાની ધાબળીમાં ઝૂલે ગોકુલ એની વાંસળીમાં ગોપીઓ ઘેલી,
પારિજાત પાથરીને રુકમણીજી બેઠાં ને રાધિકા તો ઝૂલતી ચમેલી !
હે મનગમતું મોરપિચ્છ લ્હેરાતું જાય અને પોઢેલા જમુનાજી જાગે !

ધેનુકાની આસપાસ ખુલ્લો અવકાશ એના રથમાં બેઠા છે મારા સારથિ,
ગીતાનો સાદ સૂણી ઓસરે વિષાદ એના અંતરમાં આનંદની આરતી !
હે ધેનુકાને ધબકારે ઓધવજી ઝૂલે ને મીરાં એના મોહનને માંગે !

Related posts:

  1. RAKSHIT DAVE
    July 20th, 2010 at 05:57 | #1

    સૌમિલ તો આ ગીત બહુજ સરસ જ ગાય છે
    પુરુશોત્તમ ભાઈ એ
    ગાયેલું ગીત મુકશો તો મઝા આવશે .

  2. July 20th, 2010 at 11:14 | #2

    અભિનંદન, આભાર આપના તરફથી પીરસાતી વાનગીઓ માણું છું મિત્રોમાં પણ વહેંચું છું. આપનો રેડિયો આનંદથી સાંભળું છું.
    આવજો.
    કાંતિલાલ પરમાર
    હીચીન

  3. Maheshchandra Naik
    July 20th, 2010 at 19:21 | #3

    સરસ રીતે શબ્દાંકન અને અવાજ આનદ આપી જાય છે , આભાર………….

  4. umesh paruthi
    August 1st, 2010 at 11:14 | #4

    અદભૂત , અવિસ્મરણીય …….

  1. No trackbacks yet.