આલ્બમ: ગીત ગુંજન
સ્વર: પ્રફુલ્લ દવે
પઢો રે પોપટ રાજા રામના, સતી સીતાજી પઢાવે
પાસે બાંધીને પાંજરું રે મુખે રામ જપાવે
હેજી પઢો રે પોપટ રાજા રામના..
પોપટ તમારે કારણે, લીલા વાંસ રે વઢાવું,
એનું રે ઘડાવું તમારું પાંજરું રે, હીરાલા મોટી રે મઢાવું
હેજી પઢો રે પોપટ રાજા રામના..
પોપટ તમારે કારણે શી શી રસોઈ બનાવું?
સાકારના રે કરીને ચુરમા રે ઉપર ઘી પીરસાવું
હેજી પઢો રે પોપટ રાજા રામના..
પંખ પીળીને પગ પાંડુરા, કોટે કાંઠલો કાળો
નરસૈયાના સ્વામીને ભજો રાગ તમે તાણીને રૂપાળો
હેજી પઢો રે પોપટ રાજા રામના..