Home > અમર ભટ્ટ, અમર ભટ્ટ, ગઝલ, ચિનુ મોદી, શબ્દનો સ્વરાભિષેક > સરસ વાત કરવાનો – ડૉ ચિનુ મોદી ‘ઈર્શાદ’

સરસ વાત કરવાનો – ડૉ ચિનુ મોદી ‘ઈર્શાદ’

August 2nd, 2010 Leave a comment Go to comments
આલ્બમ:શબ્દનો સ્વરાભિષેક
સ્વરકાર:અમર ભટ્ટ
સ્વર:અમર ભટ્ટ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


સરસ વાત કરવાનો મોકો મળ્યો
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો

મને ક્યાં ખબર; હું છું વ્હેતો પવન,
બધા ઘેર ફરવાનો મકો મળ્યો.

હતાં ઝાંઝવાં એથી સારું થયું,
મને રેત તરવાનો મોકો મળ્યો.

થયું : હાશ સારું કે છે તો ખરો,
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.

ગઝલને થુયું : છે આ ‘ઈર્શાદ’ તો
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.

Please follow and like us:
Pin Share
  1. August 2nd, 2010 at 12:20 | #1

    very nice & i like this

  2. August 4th, 2010 at 14:46 | #2

    સુંદર ગઝલ, અમરભાઈના અવાજમાં ઔરખીલી ઊઠે છે.

  3. August 5th, 2010 at 04:03 | #3

    વાહ…. મધુર ગાયકી … !
    અમરભાઈ તો ગુજરાતી ગઝલના ગુલામ અલી જ છે . :))

  4. Pirates
    August 1st, 2018 at 12:35 | #4

    “ઇર્ષાદ” કહી બહુ જ તારીફો કરી બીજાની પંક્તિઓ પર, ચાલને અમસ્તા જ આજે ‘ઇર્શાદ’ બની જઈએ.

  1. No trackbacks yet.