Home > અમૃત ‘ઘાયલ’, ગઝલ, મનહર ઉધાસ > સમય જાતાં બધું – અમૃત ‘ઘાયલ’

સમય જાતાં બધું – અમૃત ‘ઘાયલ’

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઈ જાયે છે,
ગમે તેવું દુ:ખી હો પણ જીવન જીવાઈ જાયે છે.

હૃદય આવેશમાં ક્યારેક ઉશ્કેરાઈ જાયે છે,
અને ના બોલવાનું પણ કદી બોલાઈ જાયે છે.

જીવન બદલે તો બદલે, પણ પ્રણય રંગો નહીં બદલે,
હૃદય રંગાઈ જાયે છે તો બસ રંગાઈ જાયે છે.

નથી રહેતી પ્રણય વાતો કદી છાની રહેતી,
હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઈ જાયે છે.

મુસીબતનાં દહાડા એ કસોટીનાં દહાડા છે,
છે પાણી કેટલું કોના મહીં જોવાઈ જાયે છે.

જીવન સારું જીગરની આહથી ફૂંકી દઉં ‘ઘાયલ’,
મને મારા ઉપર ક્યારેક એવી ખાઈ જાયે છે.

Please follow and like us:
Pin Share
  1. pragnaju
    May 6th, 2008 at 14:21 | #1

    અમૃતનાઁ શબ્દો
    અહૃદય આવેશમાં ક્યારેક ઉશ્કેરાઈ જાયે છે,
    અને ના બોલવાનું પણ કદી બોલાઈ જાયે છે.
    જીવન બદલે તો બદલે, પણ પ્રણય રંગો નહીં બદલે,
    હૃદય રંગાઈ જાયે છે તો બસ રંગાઈ જાયે છે.
    મનહરે મધુર સ્વરમાઁ ગાયાઁ
    માણ્યા

  2. May 7th, 2008 at 12:33 | #2

    શબ્દરચના બહુ જ ગમી.

  3. swati patel
    July 18th, 2008 at 10:00 | #3

    hi !
    bahot achha lagata hai kabhi ye shabd sunana o kabhi padhna.
    har dil par ye har shabd gujarata hoga.
    muje to bahot achha laga.

  1. No trackbacks yet.