Home > ગીત, ચૈતાલી જોગી, સુહાની શાહ, સુહાની શાહ > મને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી

મને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી

April 22nd, 2016 Leave a comment Go to comments
સંગીત: સુગમ વોરા
સ્વરકાર:સુહાની શાહ
સ્વર:સુહાની શાહ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


વાદલડી રોજ મારા આંગણિયે આવીને
છાંટાની રમઝટ બોલાવે,
ધક્કો મારીને એને એટલું જ કહું,
મને આવું ભીંજાવું ના ફાવે .

ટીપેટીપાંમાં હોય લથબથતું વ્હાલ,
મને બોલાવે ઝટઝટ તું ચાલ,
શરમાતી જોઈ, મને ગભરાતી જોઈ કહે,
ભીંજાતા શીખવું હું ચાલ.
લૂચ્ચો વરસાદ, મને ટાણે-કટાણે
ભીંજવવાના બ્હાના બનાવે,
ધક્કો મારીને એને એટલું જ કહું,
મને આવું ભીંજાવું ના ફાવે .

આંખોની ટાઢક બહુ દૂર જઈ બેઠી છે
કેમ એને પાછી હું લાવું ?
પાણીએ બાંધ્યુ છે પાણીથી વેર
તને વાત હવે કેમે સમજાવું ?
પળભરમાં ધોધમાર, પળમાં તું શાંત,
અલ્યા, વરસીને આવું તરસાવે ?
ધક્કો મારીને એને એટલુજ કહું,
મને આવું ભીંજાવું ના ફાવે…

Please follow and like us:
Pin Share
 1. DEVENDRA
  April 23rd, 2016 at 07:15 | #1

  સુગમ વોરા નું સુંદર સંગીત અને સ્વરકાર સુહાની શાહ નો સુહાનો અવાજ …અભિનંદન

 2. Harshad
  April 23rd, 2016 at 14:47 | #2

  After long time get very beautiful creation. Halka ful jevi manbhavan rachana. Congratulations to Chaitali.

 3. Suhani
  April 25th, 2016 at 03:56 | #3

  @DEVENDRA
  Thank you 🙂

 4. Suhani
  April 25th, 2016 at 03:59 | #4

  @Harshad
  Thanks 🙂

 5. Nikhil Vekariya
  July 28th, 2016 at 17:51 | #5

  Very nice voice and composition

 6. SHIRISH O.SHAH
  September 25th, 2016 at 21:35 | #6

  અહીં સિડની-ઓસ્ટ્રેલીયા નાં હવામાનના સંદર્ભ માં આ ગીતે વતનને યાદ કરાવ્યું..ગીત-ગાયકી-સંગીતની સંયુક્ત કમાલ. અભિનંદન ચૈતાલીબેન અને સુહાનીબેનને.

 7. SHIRISH O.SHAH
  September 25th, 2016 at 21:46 | #7

  સંગીતકાર સુગમ વોરા સાહેબને પણ લાખ લાખ અભિનંદન. ‘પ્રશંશા પુષ્પની ના થાય તો કોની તમે કરશો?’

 8. kriya
  October 14th, 2016 at 10:28 | #8

  Its really nice nd remember child life again nd comparision is nice

 9. devendrasingh parmar
  October 25th, 2016 at 09:07 | #9

  Shabdatit anubhuti…shabda ane swar na upasako ne abhinandan..

 10. Khimji Delvadia
  October 25th, 2016 at 15:35 | #10

  સ્વર,સંગીત અને શબ્દોનું સુંદર સંયોજન ખુબ ગમ્યુ.

 11. Suresh Pandya
  October 27th, 2016 at 15:06 | #11

  Very nice.

 12. PAYAL
  November 11th, 2016 at 10:47 | #12

  બહુ જ સરસ સોન્ગ છે. હૃદય માં ઉતરી જાય એવું સોન્ગ છે. બહુ જ સુંદર અવાજ છે સુહાની શાહ નો …

 13. Dr Rajesh Shah
  November 26th, 2016 at 19:18 | #13

  Sweet voice and beautiful copossing.

 14. Dr. Nik
  February 10th, 2017 at 18:10 | #14

  Bahuj saras

 15. pranav desai
  February 28th, 2017 at 09:12 | #15

  Superb

 16. વિષ્ણુસહાય ત્રિવેદી
  March 2nd, 2017 at 10:42 | #16

  આ સંગીતના ભેખધારીઓને લાખ લાખ અભિનંદન.ગીતના ભાવને અને સ્વર બાંધણીને સુગમ વોરાએ સોનાનું વરખ પહેરાવીને અદભૂત અસર ઊભી કરી આપી છે.સુહાની શાહના અવાજ અને ગાયન શૈલી પણ ખૂબજ ગમ્યાં.
  આ રચના જે આલ્બમમાં સમાવેલ હશે,તે પણ જમાવટ જ હશે ને !!તેનું નામ જણાવવા વિનંતી.

 17. Harish Modha
  April 29th, 2017 at 16:35 | #17

  ખુબ સરસ.

 18. July 9th, 2017 at 09:44 | #18

  Gujarati Music, the renderings are very intense and they unfold melancholy, happy or romantic sentiments. Today the scenario of gujarati gazals is revolutionary in it’s languague, and is thought provoking!

 19. નાથાલાલ દેવાણી
  August 9th, 2017 at 08:37 | #19

  ખૂબ સરસ ગીત. ગાયું પણ સુંદર રીતે. ખૂબ ગમ્યું

 20. mahesh chawda
  August 28th, 2017 at 13:45 | #20

  ગીત પણ સરસ લખેલું છે અને ગાયું પણ સરસ છે , બીજી એક વાત , હું એક કવિતા સાંભળવા માંગું છું અથવા લખેલ મળે તો પણ ચાલે , જેના બોલ આ પ્રમાણે છે ” મને કેમ વિસરે રે ” ભટ્ટ પ્રેમાનંદ ની લખેલ છે ‘પછી શામળિયા બોલીયા તને સાંભરે રે , આ કવીતા જો હોય તો પ્રસારતી કરો તો સારી વાત , ધન્યવાદ

 21. Pravin Parmar
  September 16th, 2017 at 09:29 | #21

  ખુબજ સુંદર.

 22. BHAVIN RATANGHAYRA
  November 19th, 2017 at 16:15 | #22

  Very nice and melodious

 23. Shanti Tanna
  April 23rd, 2018 at 10:12 | #23

  @mahesh chawda

  હેલો મહેશ ભાઈ, તમારે જો પ્રેમાનંદનું ગીત સાંભળવું હોઈ તો આ નીચે આપેલી સાંકડી ઉપર ક્લિક કરશો:
  https://www.youtube.com/watch?v=QX7aI97q4QQ

 1. No trackbacks yet.