Home > ન્હાનાલાલ કવિ, પ્રાર્થના-ભજન > અસત્યો માંહેથી – ન્હાનાલાલ કવિ

અસત્યો માંહેથી – ન્હાનાલાલ કવિ

April 26th, 2007 Leave a comment Go to comments

આ પ્રાર્થનાની પ્રથમ ચાર પંક્તિથી તો સહુ સુમેળે પરીચિત હશે જ. પણ આખી પ્રાર્થના બહુ થોડા એ જ વાંચી હશે. સ્વર્ગારોહણ પર પ્રસ્તુત ‘અસત્યો માંહેથી’ વાંચીને થયું કે ભલે મારી પાસે આખી પ્રાર્થના mp3 સ્વરુપે નથી, પરંતુ જેટલી પણ પંક્તિઓ છે, એ પણ તમને સાંભળવી ગમશે.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના.

સૌ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો.

પ્રભો તું આદિ છે શુચિ પુરૂષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
અમારા ધર્મોને અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે.

પિતા છે અકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકૂળ તણો પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું જે સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે.

વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો.

અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા.

પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી.

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી ! ધરું.

Please follow and like us:
Pin Share
  1. July 26th, 2008 at 02:36 | #1

    I never heard this complete version but it is cool/mind relaxing.keep up good work.
    Atri Desai (A.D.)

  2. Sheetal Pandya Sharma
    July 31st, 2008 at 19:22 | #2

    નાદાન બાલપનના અને માસુમ શાલાના દીવસો યાદ અપાવી ગૈ આ પાવન પ્રાર્થના!!

  3. Sheetal Pandya Sharma
    July 31st, 2008 at 19:30 | #3

    અને હા, માત્ર પ્રથમ ૪ પન્કતિઓ તો સામભલી અને ગાઇ હતી અમારા પ્રાર્થના મન્દીર મા, પન આખી પ્રાર્થના ૧લી વાર જ સામ્ભલિ.

    Once again Congrats 2 U Nirajbhai & Maulikbhai 4 your great efforts 4 keeping live our Gujarati culture! All Gujaratis must b thankful 2 u! Bravo…keep it up..All D Best !

  4. Pratibha
    August 7th, 2008 at 19:35 | #4

    I was very happy to hear this prathna . I remember this when I was probably around 8 year old back in India we use to sing this prathna in our sangeet class. I am now 35 and living in USA for 23 years and feels really good to remember child hood memories.
    Thanks
    pratibha

  5. September 14th, 2008 at 17:49 | #5

    would really like to hear the whole if ever!

  6. Vibhakar Dave
    November 8th, 2008 at 19:51 | #6

    એ્્કેલ્લન્ત આપનો ખુબ ખુબ આભાર્ અતિ સુન્દર પ્રાથર્ના

  7. December 10th, 2008 at 11:09 | #7

    This Prathna is a very good.
    all my friend like this prathna with happily.

  8. Chandra
    April 8th, 2009 at 19:46 | #8

    ખરેખર ખુબ પસન્દ આવ્યુ….આભાર

  9. July 17th, 2009 at 16:39 | #9

    gujrati sahitya and lokgeeto just click away.
    unparallel acheivement

  10. prakash
    September 25th, 2009 at 00:32 | #10

    Thank you Niranjanbhai. This prayer reminds me of my school years. When I heard this prayer, I remembered my school, class, friends and the atmosphere with enthusiasm to excel in study and Life. Your efforts to preserve Gujarati is appreciated. I would like to here full prayer someday in future.

  11. mayoor
    October 2nd, 2009 at 11:54 | #11

    i would like to hear the full prayer

  12. ina
    December 22nd, 2009 at 04:29 | #12

    ખુબ ખુબ આભર્.
    જો પુરેી પ્રથના મલે તો બે વખત આભાર્.
    ક્રુત ક્રુત થઈ જવાયુ આ પ્રથના સામ્ભલિને. બધુ જ યાદ આવિ ગયુ.
    i feel so overwelmed remembring this.
    thanks . keep it up. ur doing wonderful job.

  13. January 18th, 2010 at 17:03 | #13

    ખુબ ખુબ આભાર નિરજભાઇ ઘણા સમયથેી આ પ્રર્થના શોધતેી હતેી આજે વાંચેીને ખુબ ખુશેી થઇ.
    ઉષા “કાકુ”

  14. kandarp
    December 1st, 2010 at 02:17 | #14

    ખુબ ખુબ આભાર આપનો !!!!

  15. Ranjit Ved
    December 10th, 2010 at 17:34 | #15

    WHY ONLY FEW LINES…PLEASE PLEASE, We WANT TO LISTEN FULLY AS PER SCRIPT WILL U PLEASE REPLY? THIS IS THE REQUEST ON BEHALF OF ALL THE LISTENERS….PL HELP WE# ARE SENIORS OF MORE THAN 75 YEARS N OUR REQUEST FOR SHREE HARISH BHATT1S BHAJAN VIZ ‘MADHAV KYAY NATHI MADHU BANAMA’ WHAT HAPPENED/ HAVE U PROCURRED THE SAME/ PL REPLY RANJITVED@HOTMAIL.COM CAN U HELP ?ANY UTHER LISTNER? PLEASE REPLY ME….IS MY UMBLE REQUEST…THIS IS SHREE KRISHNA BHAJAN..”PHOOL KAHE..BHAMRANE BHAMARO VAT VAHE GUNJAN MAA MAADHAV KYAY NATHI MADHU BANAMAA”SHREE NIRAJ BHAI PL REPLY/HELP TO GET THE SAME FROM ANY WHERE IS MY REQUEST TO YOU ALSO WE LIVE IN CALIFORNIA…& CANT GET THIS ONE..!!JAYSHREE KRISHNA….{JSK}INDIRA N RANJIT VED…

  16. dinesh chaudhary
    January 23rd, 2012 at 20:40 | #16

    તમે આ ગણું જ સુંદર કાર્ય કરી રહ્યા છો , પ્રભુ તમારી શક્તિ જાળવી રાખે ..

  17. Riddhi
    May 9th, 2013 at 06:56 | #17

    અદભૂત………આખી પ્રાર્થના સાંભળવી અનહદ ગમશે….

  18. Dr Vijay
    December 2nd, 2013 at 15:46 | #18

    મારા જીવનની સુંદર પ્રાથના એટલે આ અધભુત શબ્દો

  19. Nainesh Mehta
    February 16th, 2014 at 19:54 | #19

    આ એક અતિ સુંદર પ્રાર્થના છે. આજે લગભગ ૪૦ વર્ષ પછી સાંભળી. જીવનની કેસેટ જાણે પાછળ ચાલી. સાથે સાથે એ બાળ મિત્રો પણ યાદ આવ્યા. સ્કૂલમાં સાથે ઉભા રહીને એક સાથે આ પ્રાર્થના ગાયેલી. વાહ આનંદ થઇ ગયો. ખુબ ખુબ આભાર. …..

  1. No trackbacks yet.