પ્રેમને રંગ શું ને રૂપ શું? – રમણભાઈ પટેલ
સ્વર: આરતી – સૌમિલ મુન્શી
સંગીત: શ્યામલ – સૌમિલ મુન્શી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ઉરે ઉભરાતાં પ્રેમનાં તરંગો ને સ્નેહનાં ઉમંગો,
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?
ઉરે વાગી જો પ્રેમની કટારી, કંટક જેમ ભારી,
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?
હૈયું રમતું આકાશના તારે, ચાંદલિયા ધારે,
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?
હું તો શોધું શોધું ને ના મળતું, ભીતરમાં જ જડતું,
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?
રંગે કાળો કોકિલ કંઠે મીઠો, ગમે ન છોને દીઠો,
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?
પ્રીત ડાળે પ્રેમાળ સહુ પંખી, બજવતા બંસી,
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?
મારુ પ્રિય ગીત
વારંવાર માણવાનું ગમે તેવું મધુરું મધુરુ
પ્રીત ડાળે પ્રેમાળ સહુ પંખી,બજવતા બંસી,
કે પ્રેમને રંગ શું ને રૂપ શું?
સરસ
just can’t stop hearing it & adoring the wordings.fabulous!
મને ખુબ ગમે ચી .આની જોદે જુનો સમન્ધ ચે.