Home > ગીત, ભુપિન્દર સીંગ, માધવ રામાનુજ, મિતાલી સીંગ > પાસપાસે તો યે – માધવ રામાનુજ

પાસપાસે તો યે – માધવ રામાનુજ

સ્વર: ભુપિન્દર – મિતાલી સીંગ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પાસેપાસે તો યે કેટલાં જોજન દૂરનો આપણો વાસ;
જેમકે ગગન સાવ અડોઅડ તો ય છેટાં નો ભાસ.

રાત દિ’નો સથવાર ને સામે,
મળવાનું તો કોઈ દા’ડો સુખ મળતું નથી;
આવકારાનું વન અડાબીડ,
બારણું ખોલી ફળિયામાં સળવળતું નથી;
આંસુંને દઈ દીધો છે ભવનો કારાવાસ.

ઝાડથી ખરે પાંદડું,
એમાં કેટલાં આથમ્યાનું સંભારણું હશે;
આપણી વચ્ચે આવજોની કોઈ ભીંત હશે,
કે યાદ જેવું કોઈ બારણું હશે;
પડખે સૂતાં હોય ને લાગે શમણાનો સહવાસ.

Please follow and like us:
Pin Share
  1. July 21st, 2008 at 11:45 | #1

    દર્દ નો આભાસ …!

  2. pragnaju
    July 21st, 2008 at 15:57 | #2

    માધવ રામાનુજનું સુંદર કાવ્ય
    પાસેપાસે તો યે કેટલાં જોજન દૂરનો આપણો વાસ;
    જેમકે ગગન સાવ અડોઅડ તો ય છેટાં નો ભાસ.
    ભુપિન્દર – મિતાલી સીંગનાં સ્વરમાં મધુરુ મધુરું

  3. July 21st, 2008 at 18:28 | #3

    khuba j sundar rachna.
    sharuat j saras chhe.
    am pase pase pan ghana j dur.
    vastvikta ni ghani j najik…

  4. harshad joshi
    July 23rd, 2008 at 18:44 | #4

    માધવ ની સુન્દર કવિતા

  5. September 15th, 2008 at 22:34 | #5

    Waah Madhavbhai … Kamaal Chhe…

    Waah Tarz Kamaal…Bhupinder & Mitali are very good (though to be honest, I found Rasbiharibhai and Vibhaben to be a bit better) … but all singers have sung this soulful rendition wonderfully well.

    Thanks for such a brilliant website, much appreciated.

    Regards.

    Himanshu

  6. October 29th, 2008 at 05:29 | #6

    Excellent.
    I have to keep this web site singing every morning.

    Thanks.

  7. madhukar gandhi
    November 9th, 2008 at 02:03 | #7

    આ સાઇટ નો ઉપયોગ દરરોજ અચૂક કરં છું.મન આનંદિત રહે છે.આભાર

  1. No trackbacks yet.