Home > ગીત, જયલાલ નાયક, દીપ્તિ દેસાઈ, નિસર્ગ ત્રિવેદી > તું તો છોડી દે આવા તોફાન – જયલાલ નાયક

તું તો છોડી દે આવા તોફાન – જયલાલ નાયક

સ્વર: દીપ્તિ દેસાઈ, નિસર્ગ ત્રિવેદી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તું તો છોડી દે આવા તોફાન,
તારી સાથે ના બોલું ના બોલું રે..

હું તો પંખી બનીને આકાશે ઉડું,
હું તો તીર મારેને તને ઘાયલ કરું,
તારા તીરનાં નિશાન હું ચૂકાવું,
તારી સાથે ના બોલું ના બોલું રે..

હું તો માછલી બની ને જળમાં તરું,
હું તો જાળ નાખીને તને પકડી પાડું,
તારી જાળનાં નિશાન હું ચૂકાવું,
તારી સાથે ના બોલું ના બોલું રે..

હું તો નાગણ બનીને જંગલમાં ફરું,
હું તો મોરલી વગાડી તને વશમાં કરું,
તારી મોરલીનાં નાદ ના સુણાવું,
તારી સાથે ના બોલું ના બોલું રે..

Please follow and like us:
Pin Share
  1. July 23rd, 2008 at 14:23 | #1

    સરસ ગીત …!

  2. July 24th, 2008 at 12:51 | #2

    નાટય સઁગીતની સરસ યાદ અપાવી…
    સુઁદર ગેય

  3. pragnaju
    July 25th, 2008 at 16:16 | #3

    સરસ ગીત
    હું તો નાગણ બનીને જંગલમાં ફરું,
    હું તો મોરલી વગાડી તને વશમાં કરું,
    તારી મોરલીનાં નાદ ના સુણાવું,
    તારી સાથે ના બોલું ના બોલું રે..
    વાહ અને મધુર ગાયકી

  4. Jagjivan
    July 26th, 2008 at 13:24 | #4

    BHAI, JALSO THAI GYOO !!

  1. No trackbacks yet.