Home > ગીત, મુકુલ ચોક્સી, સોલી કાપડિયા > પ્રેમ એટલે કે… – મુકુલ ચોક્સી.

પ્રેમ એટલે કે… – મુકુલ ચોક્સી.

સ્વર: સોલી કાપડિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પ્રેમ એટલે કે,
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો…
પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાશી લાખ વહાણોનો કાફલો

ક્યારે નહીં માણી હો,
એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે,
એ પ્રેમ છે.
દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે,
એ પ્રેમ છે.

પ્રેમ એટલે કે,
સાવ ઘરનો જ એક ઓરડો…
ને તોય આખા ઘરથી અલાયદો…

કાજળ આંજીને તને જોઉં તો તું લાગે,
એક છોકરીને તે શ્યામવર્ણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે,
મને મૂકી આકાશને તું પરણી

પ્રેમમાં તો
ઝાકળ આંજીને તને જોવાની હોય
અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો…

પ્રેમ એટલે કે…
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.

Please follow and like us:
Pin Share
  1. kalapi
    December 26th, 2007 at 17:18 | #1

    આવો રણકાર બિજે ક્યાય નથિ સામ્ભ્ળ્યો !!!!!!!!!!!!
    આતો આપ્ણા નિરજ્ભૈ નિ સાઇટ નો રણકાર!!!!!!!!!!!!
    ખુબ મજ આવી ગઈ. ઇશવર તમારી બધી મનોકામના પુરી કરે.

  2. kalapi
    December 26th, 2007 at 17:28 | #2

    આવો રણકાર બિજે ક્યાય નથિ સામ્ભ્ળ્યો !!!!!!!!!!!!
    આતો આપ્ણા નિરજ્ભૈ નિ સાઇટ નો રણકાર!!!!!!!!!!!!
    ખુબ મજજા આવી ગઈ. ઇશવર તમારી બધી મનોકામના પુરી કરે.
    સોલીભાઇ તમને પણ સાભઁળવાની મજા પડી..
    મુકુલભાઈ આ ખુબ સુઁદર ર્રચના આપી !!!!!!

  3. Shruti badheka
    April 1st, 2011 at 07:41 | #3

    પ્રેમની વ્યાખ્યા ખુબજ અલગ રીતે સંભાળવાની મજા આવી. કોમ્પોસિંગ પણ ખુબ સરસ છે.

  4. dharmi patel
    December 11th, 2011 at 11:25 | #4

    heart touching song

  1. No trackbacks yet.