Home > ગીત, તુષાર શુક્લ, દીપ્તિ દેસાઈ > એકાંતે તરસું છું હું – તુષાર શુક્લ

એકાંતે તરસું છું હું – તુષાર શુક્લ

September 15th, 2008 Leave a comment Go to comments

સ્વર: દીપ્તિ દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

વ્હાલમને મારા વરસાદ નથી ગમતો
એનું કારણ પૂછું તો કહે તું,
વરસે વરસાદને મળવા ન જાઉં તોયે
એકાંતે તરસું છું હું.

ઉંબર ઉંચેરા લાગે છોકરીની જાતને
સમજે નહીં વ્હાલમજી વહેવારૂ વાતને,
મારે વ્હાલમને કહેવું રે શું?
એકાંતે તરસું છું હું.

વાદળ ના હોય તોય કોરી ક્યાં જાઉં છું
મળવા આવું છું ત્યારે હું યે ભીંજાઉ છું,
મારે કરવું તો કરવું યે શું?
એકાંતે તરસું છું હું.

મળવા આવું ને પછી વરસે વરસાદ જો
પાછા જવાનું મને આવે ના યાદ તો,
કોઈ ગમતું મળે તો કરું શું?
એકાંતે તરસું છું હું.

Please follow and like us:
Pin Share
  1. September 15th, 2008 at 12:58 | #1

    સરસ શબ્દો…! રાજસ્થાની લહેકામાં સરસ રીતે ગવાયેલુ છે…

  2. September 15th, 2008 at 16:54 | #2

    સરસ…
    વાદળ ન હોયે તોયે કોરિ ક્યા જાઉ છુ.
    અને કોઇ ગમતુ મલે તો કરુ શુ?
    સરસ છે.

  3. Thakor Tailor
    September 16th, 2008 at 04:33 | #3

    Beautiful worded song sung very well and enjoyed it very much. Is one line missing in written song? Tane Kem Kari Samjavu Hun?

  4. Nandlal T. Shah
    September 16th, 2008 at 15:24 | #4

    Enjoyed the songs after a long time

  5. November 25th, 2008 at 23:37 | #5

    લે… હું કેટલા દિ થી ગોતતી હતી… 🙂 પછી મન થયું કે રણકાર પર તો આ ક્યારેક રણક્યુ જ હશે… થેંક્સ હોં, નીરજ…: )

  6. Arvind C.
    July 10th, 2009 at 11:20 | #6

    This is awsome song. I dont understand Gujarati but i can understand the greatness of this song. After all music is not bounded to any language. It had been just three days i heard this song on Radio and it made me crazy. I have so far heard this song more then 30 times. Great composition and great singing. I want to hear more songs like this one.

  7. showgun08
    May 21st, 2010 at 09:40 | #7

    ખરેખર ખુબજ સુંદર ગીત. આવા અર્થ સભર અને લાગણીવાળા ગીતો સંભળાવતા રઓ એવી વિનંતી.

  8. riddhi
    August 30th, 2010 at 07:17 | #8

    nice song i really like it……………..

  9. September 1st, 2010 at 07:47 | #9

    I love you Tushar……..Fantastic….you write so meaningful……….keep it up!!!!!!

  1. No trackbacks yet.