પાંદડાએ લે મને ઉભી રાખી – વિનોદ જોષી
આલ્બમ:સમન્વય ૨૦૦૫
સ્વરકાર:દક્ષેશ ધ્રુવ
સ્વર:ઝરણા વ્યાસ
સ્વરકાર:દક્ષેશ ધ્રુવ
સ્વર:ઝરણા વ્યાસ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
પાંદડાએ લે મને ઉભી રાખી,
પછી અમથી, ને પછી તમથી
ને પછી સાચકલી વાત કહી આખી.
વાતમાં તો ઝાકળની લૂમ,
એને વેળો તો દાંતરડા બુઠ્ઠાં થઈ જાય,
સુરજના હોંકારે જાગેલા કાળમીંઢ
પડછાયા જુઠ્ઠા થઈ જાઉં.
ઝાડવાએ લે મને ઉભી રાખી,
પછી અરડી, ને પછી મરડી
ને પછી તડકેથી છાયાડીમાં નાખી.
કોઈવાર માળામાં ઉતરતું ચાંદરણું
ડાળખીમાં ત્રાંસુ થઈ જાય,
કોઈવાર આંખોમાં આથમેલ શમણાઓ
ગળચટ્ટા આંસુ થઈ જાય.
વાયરાએ લે મને ઉભી રાખી,
પછી ઐંથી, ને પછી તૈથી,
ને પછી પગથી તે માથા લગી ચાખી.
Categories: ગીત, ઝરણા વ્યાસ, દક્ષેશ ધ્રુવ, વિનોદ જોષી, સમન્વય ૨૦૦૫ dakshesh dhruv, jharana vyas, Vinod Joshi
સાઈટ ઘણીજ સુંદર બનાવી છે..મારા ખુબ ખુબ અભિનંદન..ગુજરાતી વાર્ષાને જાળવી રાખો..સ્ંસ્ક્તૃતીને જગમાઁ ફેલાવો એજ શુભેચ્છા..
Grat
મારા પરમ મિત્ર ડૉ.વિનોદ જોશી લેખીત રચના ઝરણ વ્યાસના સ્વરે સાંભળી ઘણોજ આનંદ થયો..મીસ. ઝરણ વ્યાસે ઘણાં સુદર સ્વરે, મધુર કંઠે આ રચના ગાઈ એનું મને ગૌરવ છે મારા અભિનંદન..
http://www.vishwadeep.wordpress.com
સુંદર રચના…
સ્વરાંકન પણ સરસ થયું છે…
સરસ ગીત, સરસ સ્વરાંકન, સરસ શબ્દો,સરસ સંગીત , ખુબ આનંદ થયો, આપનો આભાર…
વિનોદ જોશી જે યુવાન હૈયાને કે પોતાના શબ્દો થી સહિયારો આપતા હોય તેવું લાગે છે. ઝરણા વ્યાસ નો સુમધુર અવાજ,અને મારા કોલેજકાળ થી વિનોદ જોશીni કવિતાકે ગઝલની હું ચાહક રહી છું.-ભાવનગર શિલ્પા