હાજર હાથ વાળા..

August 6th, 2010 Leave a comment Go to comments
આલ્બમ:સમન્વય ૨૦૦૯
સ્વર:નયન પંચોલી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


હાજર હાથ વાળા,
મંદિર ઉઘાડા ને તારે મોઢે તાળા,
કોઈના ભંડાર ભરેલા, કોઈના ઠામ ઠાલા.

તરણા ઓથે ડુંગર જેવો દેવ તારો પડછાયો
આ દાનવમય થાતી દુનિયામાં તું ક્યાંય ના વર્તાયો
ઠેર ઠેર વેરઝેર, થાતા કામ કાળાં.
મંદિર ઉઘાડા ને તારે મોઢે તાળા..

સતની ચાલે ચાલે એને દુ:ખના ડુંગર માથે
જૂઠને મારગ જાનારાને ધનનો ઢગલો હાથે
સાંઈ તો ન પામે પાઈ, દંભી ને દુશાલા
મંદિર ઉઘાડા ને તારે મોઢે તાળા..

નાનું સરખું મંદિર તારું થઈ બેઠું દુકાન
પુકારે પંડિત પુજારી કોઈ લઈ લ્યો રે ભગવાન
નિર્ધન ને ધન દેજે ભગવન મુઠી પુંજીવાળા
મંદિર ઉઘાડા ને તારે મોઢે તાળા..

Please follow and like us:
Pin Share
  1. જય પટેલ
    August 6th, 2010 at 21:39 | #1

    સુંદર ભાવભર્યુ ગીત.

    શ્રી નયન પંચોલીની ગાયિકી કર્ણપ્રિય…પણ શ્રી રાસ બિહારી દેસાઈના કંઠમાં સંવેદનાનો અહેસાસ વધારે થાય છે.

    આભાર.

  2. August 10th, 2010 at 21:10 | #2

    આ ગીત ખુબ જ ધનુ સારું છે. આપનો આભાર.નમસ્કાર

  3. veena
    August 17th, 2010 at 17:44 | #3

    આપનો ભજન સંગ્રહ પણ એટલોજ કર્ણપ્રિય છે. મુલ્યવાન આભુશાનોનું મૂલ્યાંકન ત્યારેજ આકી શકાય જયારે એને સ્ત્રી ધારણ કરે.ત્યારેજ એની કળા ને નિખાર મળે.એ રીતે આપણા લાડીલા કવિઓની સુંદર કુતીઓ (કાવ્યો,ગીતો, ગરબા-રાસ, ભજનો,ગઝલો)સુરીલા કંઠે ગવડાવી કવિઓએ એમની કૃતિઓને ચાર ચાંદ લાગાવ્ય છે.નીરજભાઈ તમારી મહેનત અને લગન તમારી માતૃભાષા પ્રત્યેની ભક્તિ દર્શાવે છે. પ્રશંસાના પુષ્પહાર સહ અમારા વાચક મિત્રોના ખુબ ખુબ અભિનંદન સ્વીકારશો એટલુંજ

  4. Himanshu
    June 26th, 2012 at 07:19 | #4

    આ ગીત કે ભજન હમણાં જ પુરુષોત્તમ ઉપાધ્યાય ના કંઠે ગાંધીનગરમાં શિવરંજની ના ઉપક્રમે સાંભળ્યું. અને એમણે આ રચના અવિનાશ વ્યાસના એક સ્મૃતિ કાર્યક્રમમાં ગાઈ. સ્વરકાર તરીકે એટલે એને અજ્ઞાત માંથી બહાર કાઢી ને અવિનાશ વ્યાસના નામે મુકવી જોઈએ એવી વિનતી છે. નયન પંચોલી પણ હાજર હતા.

  5. શૈલેષભાઈ અંબાલાલ પંચાલ
    June 21st, 2021 at 10:25 | #5

    અદ્ભુત સંગ્રહ

  1. No trackbacks yet.