છૂંદણા – ચિંતન નાયક

આલ્બમ:શબ્દ પેલે પાર
સ્વરકાર:પરેશ નાયક
સ્વર:હિમાલી વ્યાસ નાયક

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


Shabda-Pele-Paar-Front

છૂંદણા છૂંદીને હું તો મૂઈ મૂઈ વા’લમા,
છૂંદણા છૂંદીને હું તો મૂઈ..
થોકબંધ ટહુકાઓ આઘા ઠેલા ને તોય,
પડઘાતી અંતરની કૂઈ..
છૂંદણા છૂંદીને હું તો મૂઈ..

ગામતર આંખુયે વાત્યુંનો વગાડો
ને મહેરામણ મેહણાનો હેમ,
એમાં હું અપલખણી ગાગર લઈ હાલી
ને છલકાતી આંખે સીમ,
પગથીમાં પથરાતા રણકાને નીંદે છે
વડલાઓ સખીઓ ને ફૂઈ..
છૂંદણા છૂંદીને હું તો મૂઈ..

ખાતરમાં લાલ લાલ ચાસ પડે એવા
કે આથમણા ઉગમણા લાગે,
મેળે માહલ્યાની વેળ મેડીએ મૂકી
ને તોયે ભણકારા ભીંતોને ભાંગે,
મહેકી મહેકીને મને અધમૂઈ કરતી
આ મારાતે આંગણાની જૂઈ..
છૂંદણા છૂંદીને હું તો મૂઈ..

Please follow and like us:
Pin Share
  1. Anila Patel
    May 27th, 2014 at 17:57 | #1

    બહુજ મજા આવી સાભળવાની
    સ્વર અને સ્વર સંયોજન અદભૂત.

  2. Sunil Patel
    May 28th, 2014 at 05:20 | #2

    બ હહૂ જ સર સ શબ્દો અને સ્વર રચના છે મજ્જા આવી ગઈ .

  3. jayashri
    May 28th, 2014 at 17:47 | #3

    મને ગીત ગમ્યું મજા પડી

  4. Barot Jignesh(gulbi)
    June 5th, 2014 at 16:20 | #4

    This song is a very lovli.

  5. September 3rd, 2014 at 08:35 | #5

    શબ્દની પેલે પાર અને સંગઠન આલ્બમ મેળવવા માટે કોને સંપર્ક કરવો… થોડી મદદ કરશો..
    ઘનશ્યામ વઘાસીયા… ૯૮૨૫૧ ૧૨૯૮૫ પર મેસેજ આપજો હું આ કેસેટ ક્યાંથી મેળવી શકું.. હું સૂરતમાં રહું છું. એટલે સુરતમાં મળી રહે તો વધારે સારું..

  6. vinod
    October 12th, 2015 at 09:14 | #6

    Very to hear Gujarati song. Very sweet voice too.

  1. No trackbacks yet.