Home > કુતુબ આઝાદ, ગઝલ, મનહર ઉધાસ > ખુદાની મને મહેરબાની – કુતુબ આઝાદ

ખુદાની મને મહેરબાની – કુતુબ આઝાદ

November 22nd, 2007 Leave a comment Go to comments

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ખુદાની મને મહેરબાની ઘણી છે
ઘણાની મહોબ્બત અને લાગણી છે

અમસ્તી નથી નામના થઈ અમારી
અમે વાવણી જે કરી, તે લણી છે

બધે પેશ આવ્યા અમે લાગણીથી
અમે લાગણી લોહી સાથે વણી છે

ધરા ધ્રુજશે તોય પડશે નહીં એ
મહોબ્બતની ઊંચી ઈમારત ચણી છે

મને એવા ‘આઝાદ’ મિત્રો મળ્યા છે
જે મિત્રો નથી કિન્તુ પારસમણી છે

Please follow and like us:
Pin Share
  1. November 22nd, 2007 at 14:20 | #1

    એક્દમ સરસ નેીરજ ભાઇ..!!..ઁશબ્દો ખુબ જ સરસ છે..

  2. Dhwani joshi
    November 22nd, 2007 at 22:34 | #2

    વાહ દોસ્ત …બહુ જ સરસ્….અરે…લાગે છે કે આતો તારા જ માટે છે… તારા જ દિલ ના શબ્દો લાગે છે..!! 🙂 જોકે મારા દિલ ના ભાવ પણ કહેવાય…. 🙂

  3. November 24th, 2007 at 07:23 | #3

    હા…તમારા જેવા મિત્ર મળ્યા પછી અમે પણ કહી સકીએ..

    મળ્યા છે અમને પણ એવા મિત્રો..
    જે મિત્રો નહિ પારસમણી છે..

    વગર મળે અને વગર જોયે..
    અમને તો લાગણી ઘણી ઘણી છે..

    લાગે એવા સબંધ છે આપણા..
    જાણે નક્શામાં ઇમારત ચણી છે..

  4. Dhwani joshi
    November 24th, 2007 at 16:15 | #4

    MY DARLING DOST DIGI……Hats off to u dear…

  5. November 26th, 2007 at 14:03 | #5

    અરે… તમે બન્ને એ તો મારી જ વાત રજુ કરી દિધી…ઉતાવળ મા પહેલો પ્રતિભાવ આપી ને જતી રહી ..પણ સારુ ચલો તમ્ને બન્ને ને પણ અન્હી જ કહી દઉ કે આ શબ્દો તમારા ત્રણે માટે..મારા તરફ થી..!!…

  6. Prerak V Shah
    October 1st, 2008 at 04:29 | #6

    ઘણી સુંદર કવિતા છે. પ્રથમ વાર શાહબુદ્દીન રાઠોડના કાય્રક્રમમાં સાંભળી હતી ત્યારથી જ ગમી ગઇ છે.

  7. May 11th, 2012 at 06:55 | #7

    તારા ને મારાં સ્નેહની બધાને ખબર થઇ ગઈ
    ને પાનખરને પણ વસંતની ખબર થઇ ગઈ

    તમારી ગઝલને જોયાં પછી ગણગણી મેં બહુ
    અમને પણ આઝાદ થવાની અસર થઇ ગઈ

    -રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન’ વલસાડ ૧૧-૫-૧૨

  8. prerak05
    May 14th, 2013 at 18:00 | #8

    સાચી વાત છે, શાહબુદ્દીન સાહેબ ના કાર્યક્રમ માં સાંભળી ત્યાર થી જ દિલ માં ઉતરી ગઈ છે.

  1. October 26th, 2014 at 17:48 | #1
  2. January 28th, 2022 at 03:32 | #2