Home > ગીત, દર્શના ઝાલા, વિનોદ જોષી > ખડકી ઉઘાડી હું તો – વિનોદ જોશી

ખડકી ઉઘાડી હું તો – વિનોદ જોશી

November 26th, 2007 Leave a comment Go to comments

સ્વર: દર્શના ઝાલા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી ‘તી
મુને ઉંબર લઈ ચાલ્યો બજારમાં…

પહેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન,
કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો, ઉપર ઉમેરે તોફાન;
આમતેમ જોતી હું તો અમથી ઊભી ‘તી
લાલ છાંટો ઊડ્યો રે શણગારમાં…

બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવાર,
ઝટ્ટ દઈ તોળી મુને આંખ્યુંના ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર;
સાનભાન ભૂલી હું તો અમથી ઊભી ‘તી
દઈ પડછાયે ટેકો સૂનકારમાં…

ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ,
બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ;
નામઠામ છોડી હું તો અમથી ઊભી ‘તી
સાવ નોંધારી થઈને ભણકારમાં…

ચોથી દુકાને એક રંગારો બેઠો, રંગારે ઘોળ્યા અજવાસ,
સૂરજ પાડીને એણે ઓર્યા રે સામટા, ઉપરથી રેડ્યું આકાશ;
રૂમઝૂમ થાતી હું તો અમથી ઊભી ‘તી
હવે અમથી ઊભી ‘તી એંકારમાં…
હજી અડધે ઊભી ‘તી એંકારમાં…
મુને ઉંબર લઈ ચાલ્યો…

Please follow and like us:
Pin Share
  1. dinesh patel,atlanta
    November 26th, 2007 at 14:21 | #1

    એક વ

  2. dinesh patel,atlanta
    November 26th, 2007 at 14:27 | #2

    Dear Niraj ,

    I tried to send a comment. But there was some technical problem. I tried it again and Word press didn<t allow me.
    Sorry!

    Dinesh

  3. સુરેશ જાની
    November 28th, 2007 at 18:30 | #3

    છેલ્લી પંક્તીમાં ‘એંકાર’ શબ્દ છે ‘ઇન્કાર ‘ નહીં
    એંકાર એટલે અહંકાર…
    આખી કવીતા એક રુપક છે. ખડકી ખોલવાની વાત, ઉમરો ઓળંગીને બહાર જવાની, નવા અનુભવો મેળવવાની વાત છે.
    છેલ્લી પંક્તીનો રંગારો એટલે ઈશ્વર … એનો પ્રકાશ ઢોળાય તો એંકાર દુર થાય.

  4. November 28th, 2007 at 20:44 | #4

    આભાર દાદા, સુધારી લીધું છે.

  5. Vandana Ramesh Kharod
    October 16th, 2008 at 23:45 | #5

    ડર્શના….મજા આવી ગઈ…તારુ ગીત સાભલીને….

  6. sudhir patel
    August 31st, 2009 at 01:40 | #6

    દાદાની વાત સાચી છે. ગીતમાં ‘એંકાર’ શબ્દ છે, પણ દર્શનાબેને ‘ઈન્કાર’ તરીકે બબ્બે વાર ગાયું છે, જે કવિના શબ્દ પ્રત્યેની ચોકસાઈનો અભાવ દર્શાવે છે. સ્વરકારે પણ ધ્યાન દોરવું જૉઇએ.
    ગીતના શબ્દોમાં હજી એક નાની ભૂલ રહી છે. છેલ્લા અંતરામાં, ‘સૂરજ પાડીને’ નહી, પણ ‘સૂરજ વાટીને’ હોવું જોઈએ. આભાર!
    ખૂબ જ ઉત્તમ કામ કરો છો – શબ્દ, સ્વર અને સૂરની ત્રિવેણી રચવાનું!
    સુધીર પટેલ.

  1. No trackbacks yet.