આલ્બમ: નિરુદ્દેશે
સ્વરકાર: અજિત શેઠ
સ્વર: અજિત શેઠ, નિરુપમા શેઠ
[૧]
હે ઈ ચાંગા, શુકર, બોમાન, શાની !
… ભરતી અાવી ભૂર, હો ભૂરાં
અલબેલાનાં ઉછળે પાણી,
હેઈ રે હેલા અા…ય
ભરકાંઠાનાં જળ તે અાપણ
જાળમાં બાંધ્યાં જાય,
ખારનો સાગર ખેડીએ, માછી !
રોજ ઋતુ, રોજ મોલ;
અાજની મ્હેનત અાજ ફળે,
નહિ કાલનો લેવો કોલ.
રે હેલા હે ઈ રે હેલા અા…ય,
ભરકાંઠાનાં જળ તે અાપણ
જાળમાં બાંધ્યાં જાય.
લીજીએ એથી અદકાં અાવે
બૂમલાં અાપણ બેટ,
દુનિયાનાં કંઈ લાખ જણાનું
ભરીએ પોકળ પેટ;
રે હેલા હે ઈ રે હેલા અા…ય,
ભરકાંઠાનાં જળ તે અાપણ
જાળમાં બાંધ્યાં જાય.
સૂંડલાં ભરી જાય રે અાપણ
સોન-મઢી ઘરનાર,
અાંખમાં એની ઊછળે
જોવનજળની ઘેઘૂર ઝાર,
રે હેલા હે ઈ રે હેલા અા…ય,
ભરકાંઠાનાં જળ તે અાપણ
જાળમાં બાંધ્યાં જાય.
ન્હૈં મોતી, ન્હૈં ધોતી, કેવળ
કેડનું રેશમ ચીની,
ઘરદુવારે, ભરજુવાળે
કાય રહે રત ભીની.
રે હેલા હે ઈ રે હેલા અા…ય,
ભરકાંઠાનાં જળ તે અાપણ
જાળમાં બાંધ્યાં જાય.
હે…ઈ…ષા હેલોમ, હે એ ઈ ષા
હે…ઈ…ષા હેલોમ, હે એ ઈ ષા.
ભૈયા અાપણ હે એ ઈ ષા.
ધારીએ ધામણ હે એ ઈ ષા.
બાપને બોલે હે એ ઈ ષા.
તાણીએ જોરે હે એ ઈ ષા.
ધાઉના સોગન હે એ ઈ ષા.
જાય ના જોબન હે એ ઈ ષા.
અાલા રે અાલા હે એ ઈ ષા.
હે મતવાલા હે એ ઈ ષા.
થોડા થોડા હે એ ઈ ષા.
વીસ્કી સોડા હે એ ઈ ષા.
અો રે હે ઈ ષા.
જો રે હે ઈ ષા.
ભાલા હે ઈ ષા.
અાલા હે ઈ ષા.
ફાગણ હે ઈ ષા.
ફૂલે હે ઈ ષા.
સાવણ હે ઈ ષા.
ઝૂલે હે ઈ ષા.
હે…ઈ…ષા હેલોમ, હે એ ઈ ષા.
ધરિયા ખેડુ હે એ ઈ ષા.
જોય ના ટેઢુ હે એ ઈ ષા.
થોડા થોડા હે એ ઈ ષા.
વીસ્કી સોડા હે એ ઈ ષા.
સૌજન્ય: ઓપિનિયન