Home > આલાપ દેસાઈ, ગઝલ, દિલીપ રાવલ > તમે શ્યામ થઈને ફૂંકો – દિલીપ રાવલ

તમે શ્યામ થઈને ફૂંકો – દિલીપ રાવલ

સ્વર: આલાપ દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો,
પછી આભ થઈને વ્યાપો મને વાદળી બનાવો.

તમે પર્વતો ઊઠાવો કે પછી કોઈ રથ બચાવો,
મને ભાર કંઈ ન લાગે ભલે આંગળી બનાવો.

ભલે અંગથી છૂટીશું, પણ સંગ યાદ રહેશે
તમે સાપ-રૂપ લો તો, મને કાંચળી બનાવો.

તમે આંખમાં વસો છો તમે શ્વાસમાં શ્વસો છો,
અમે તોય તમને જોશું ભલે આંધળી બનાવો.

Please follow and like us:
Pin Share
  1. May 19th, 2008 at 10:05 | #1

    શ્યામ સંગે કોઇપણ રીતે રહેવાની અદભુત આરઝુ

  2. ચાંદસૂરજ
    May 19th, 2008 at 10:29 | #2

    ગોપીએ તો બસ શ્યામ સંગે અને રંગે રાચવું.

  3. May 19th, 2008 at 11:33 | #3

    સરસ રચના
    સરસ અવાજ

  4. May 19th, 2008 at 14:03 | #4

    શબ્દોને જીવઁત બનાવી દીધા…..!!
    ગાયકી ખૂબ સરસ….!!

  5. pragnaju
    May 19th, 2008 at 15:10 | #5

    આલાપ દેસાઈની મધુર ગાયકી
    તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો,
    પછી આભ થઈને વ્યાપો મને વાદળી બનાવો.
    ગોપી ભાવમા ડૂબાડી દીધા…

  6. Rushi
    May 19th, 2008 at 16:16 | #6

    Alap has beautifully put this together. Is he the composer for the song as well?

  7. Rushi
    May 19th, 2008 at 16:29 | #7

    Niraj just conformed that the song is composed by Ashit Desai. I think it’s beautifully composed and vocalised. Relatively on the Nazam side.

  8. May 27th, 2013 at 16:52 | #8

    ઘણું સરસ , બહુજ સુંદર, ઘણો ઘણો આભાર.

  9. Brijesh Gadhvi
    August 14th, 2018 at 17:17 | #9

    Khubaj saras composition and saras singing Shree apapbhai desai

  10. Brijesh Gadhvi
    August 14th, 2018 at 17:20 | #10

    Khubaj saras composition and saras singing Shree apapbhai desai.

  1. No trackbacks yet.