જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી
March 5th, 2014
5 comments
સ્વરકાર:હેમુ ગઢવી
સ્વર:હેમુ ગઢવી
સ્વર:હેમુ ગઢવી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
જેને દીઠે નેણલાં ઠરે
બાયું ! અમને એડા એડા સંત મળે.
ઉદરમાંથી એક બુંદ પડે ને,
ભગત નામ ધરે,
નરક છોડાવીને ન્યારા રે’વે,
અમર લોકને વરે… બાયું..
કાયાવાડીનો એક ભમરલો
સદાય તારી ઓથ ધરે;
આ રે સંસારમાં સંત સુહાગી
બેઠા બેઠા ભજન કરે.. બાયું..
લખમાના સ્વામીને સમરતાં
સ્વાતિનાં બિંદુ ઠરે,
બાયું અમને એડા એડા સંત મળે.
Categories: પ્રાર્થના-ભજન, લખમો માળી, હેમુ ગઢવી, હેમુ ગઢવી gujarati bhajan, hemu gadhavi, lakhmo mali
તાજેતરનાં અભિપ્રાયો