Home > અજ્ઞાત, આશા ભોંસલે, ગીત > બે મત નથી, એક જ મત છે…

બે મત નથી, એક જ મત છે…

August 21st, 2007 Leave a comment Go to comments

સ્વર: આશા ભોંસલે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


બે મત નથી, એક જ મત છે કે આ સંસાર રમત છે
જુઠો જીતે ને સાચો હારે, એવી બાજી જેનું નામ જગત છે
આ સંસાર રમત છે…

ગોઠવાઇ ગઈ બાજી માંથી વિધ વિધ રંગની ગોટી
કોઈ જીતે ને થાય તવંગર, કોઈ પહેરે લંગોટી
હો.. હારે તોયે બમણું રમતાં, કેવો ગુરુ મમત છે
આ સંસાર રમત છે…

કાળ વિંઝણે ઉડી જશે આ ગંજીફાનું ઘર
ચાર દિવસનાં ચાંદરણાની એવી અવર-જવર
હો.. એજ જીતે સંસારનો ગઢ જેણે જીત્યું ગખત છે
આ સંસાર રમત છે…

રોજ સુરજનો દિવો સળગે, સાંજ પડે બુજાય
પણ પ્રપંચ કેરો ખેલના ફૂટે, રમત પુરી ના થાય
હો.. તન સમજે પણ મન ના સમજે, મન એવું મરકટ છે
આ સંસાર રમત છે…

બે મત નથી, એક જ મત છે કે આ સંસાર રમત છે

Please follow and like us:
Pin Share
  1. August 21st, 2007 at 17:45 | #1

    બે મત નથી, એક જ મત છે કે આ સંસાર રમત છે

    બહુ સરસ ગીત. કેવા સીધાસટ સ્પર્શી જાય એવા શબ્દો!

  2. January 9th, 2010 at 17:08 | #2

    ‘લાજવાબ’, શન્શાર તો રમતજ , શાચુજ ઃઃઃ

  1. No trackbacks yet.