સ્વર: આશા ભોંસલે
બે મત નથી, એક જ મત છે કે આ સંસાર રમત છે
જુઠો જીતે ને સાચો હારે, એવી બાજી જેનું નામ જગત છે
આ સંસાર રમત છે…
ગોઠવાઇ ગઈ બાજી માંથી વિધ વિધ રંગની ગોટી
કોઈ જીતે ને થાય તવંગર, કોઈ પહેરે લંગોટી
હો.. હારે તોયે બમણું રમતાં, કેવો ગુરુ મમત છે
આ સંસાર રમત છે…
કાળ વિંઝણે ઉડી જશે આ ગંજીફાનું ઘર
ચાર દિવસનાં ચાંદરણાની એવી અવર-જવર
હો.. એજ જીતે સંસારનો ગઢ જેણે જીત્યું ગખત છે
આ સંસાર રમત છે…
રોજ સુરજનો દિવો સળગે, સાંજ પડે બુજાય
પણ પ્રપંચ કેરો ખેલના ફૂટે, રમત પુરી ના થાય
હો.. તન સમજે પણ મન ના સમજે, મન એવું મરકટ છે
આ સંસાર રમત છે…
બે મત નથી, એક જ મત છે કે આ સંસાર રમત છે