Home > આલાપ દેસાઈ, પ્રાર્થના-ભજન, સુરેશ દલાલ > જેણે મને જગાડ્યો – સુરેશ દલાલ

જેણે મને જગાડ્યો – સુરેશ દલાલ

September 15th, 2009 Leave a comment Go to comments

સ્વરાંકન: આશિત દેસાઈ
સ્વર: આલાપ દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જેણે મને જગાડ્યો એને કેમ કહું કે જાગો?
મારો તારી સાથ પ્રભુ હે જનમ જનમ નો લાગો.

પંખીના ટહુકાથી મારા જાગી ઉઠ્યા કાન,
આંખોમાંતો સુર કિરણનું રમતું રહે તોફાન.
તમે મારા શ્વાસ શ્વાસમાં થઇ વાંસળી વાગો,
મારો તારી સાથ પ્રભુ હે જનમ જનમ નો લાગો.

ગઈ રાત તો વીતી ગઈ ને સવારની આ સુષ્મા,
વહેતી રહે છે હવા એમાં ભળી તમારી ઉષ્મા.
મારા પ્રિયતમ પ્રભુ મને નહીં અળગો આઘો,
મારો તારી સાથ પ્રભુ હે જનમ જનમ નો લાગો.

Please follow and like us:
Pin Share
  1. dinesh patel
    September 15th, 2009 at 17:30 | #1

    વાહ….
    સુમધુર

  2. Gandhi M.D., U.S.A.
    September 17th, 2009 at 18:15 | #2

    શ્રી સુરેશ દલાલનું ભજન સરસ છે.

  3. September 18th, 2009 at 04:24 | #3

    I’m mad for dis song !!

    I’m used to listen, min. 4-5 times !!
    and even soo today, too.. 🙂

  4. September 18th, 2009 at 04:36 | #4

    Not સુર in 4 line સૂર્ય કિરણ — તોફાન .

  5. yagnang pandya
    January 21st, 2010 at 12:10 | #5

    shu rachna chhe adbhut gayu chhe aalap bhai a rankaar ne dhnyavad aavu j sundar sambhlavta raho……..

  1. No trackbacks yet.