Home > આશિત દેસાઈ, આશિત દેસાઈ, ગીત, મુકેશ જોષી, સમન્વય ૨૦૦૫ > અમે કાગળ લખ્યો ‘તો – મુકેશ જોષી

અમે કાગળ લખ્યો ‘તો – મુકેશ જોષી

December 3rd, 2009 Leave a comment Go to comments
આલ્બમ:સમન્વય ૨૦૦૫
સ્વરકાર:આશિત દેસાઈ
સ્વર:આશિત દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


અમે કાગળ લખ્યો ‘તો પહેલ વહેલો
છાનોછપનો કાગળ લખ્યો ‘તો પહેલો વહેલો.
કસ્તુરી શબ્દોને ચંદનમાં ઘોળ્યા ‘તા
ફાગણીયો મલક્યો જ્યાં પહેલો.

સંબોધન જાણે કે દરિયાના મોજાંઓ,
આવી આવીને જાય તૂટી;
તો સંબોધન છોડીને કાગળ લખ્યો ભલે,
કાગળમાં એક ચીજ ખૂટી.
નામ જાપ કરવાની માળા લઈ બેઠો
ને પહેલો મણકો જ ના ફરેલો.

પહેલાં ફકરાની એ પહેલી લીટી
તો અમે જાણીબુજીને લખી ખાલી,
બીજામાં પગરણ જ્યાં માંડ્યા
તો લજ્જાએ પાંચે આંગળીઓને ઝાલી.
કોરોકટાક મારો કાગળ વહી જાય,
બે એક લાગણીનાં ટીપાં તરસેલો.

ત્રીજામાં એમ થયું લાવ લખી નાખીએ
અહીયાં મજામાં સૌ ઠીક છે;
અંદરથી ચુંટી ખણી કોઈ બોલ્યું કે
સાચું બોલવામાં શું બીક છે?
હોઠ ઉપર હકડેઠઠ ભીડ હતી શબ્દોની
ને ચોકિયાત એક ત્યાં ઉભેલો.

લિખિતંગ લખવાની જગ્યાએ ઓચિંતું
આંખેથી ટપક્યું રે બિંદુ;
પળમાં તો કાગળ પર માય નહીં
એમ જાણે છલકેલો લાગણીનો સિંધુ.
મોગરાનું ફૂલ એક મૂકીને મહેકંતા
શ્વાસ સાથ કાગળ બીડેલો

Please follow and like us:
Pin Share
  1. smaran
    December 3rd, 2009 at 20:04 | #1

    very beautiful composition, LOVE this voice………..

  2. December 4th, 2009 at 10:36 | #2

    ગીત જેટલું મધુર છે એટલું જ મધુર સ્વરાંકન અને ગાયન.

  3. Gandhi M.D., U.S.A.
    December 4th, 2009 at 18:34 | #3

    કાગળ વાંચતાં એમ લાગે છે કે જાણે કોઈ પત્ની એના પતિને ઉદ્દેશીને આ કાગળ લખે છે જેમાં લિખિતંગમાં આંસુનું ટીપું પડે છે, પણ અવાજ આશિતનો છે, એમ કેમ?

    સરસ રચના અને કંઠ પણ મજાનો.

  4. December 6th, 2009 at 09:03 | #4

    સુંદર ગીત !

  5. NeeTu
    April 18th, 2010 at 11:01 | #5

    very superb composition and voice .

  6. Amit Akkad
    November 7th, 2011 at 20:18 | #6

    ગુજરાતી કાવ્ય સંગીત આશીતના અવાજે ખીલ્યું છે. જૂની પરંપરાગત રીતે ગાવાને બદલે આશિત જેવા ગાયકો ગુજરાતી સંગીત અને કવિતાને અદભુત બનાવે છે.

  7. chandrakant Gadhvi
    July 23rd, 2014 at 20:08 | #7

    ગીત ,સ્વર અંને સ્વરાંકન નો ત્રિવેણી સંગમ અભિનંદન અને અભિવાદન . ગુજરાતી ભાષા નું ઘરેણું છે, ઉત્તમ ઉમદા પ્રયાસ નું સ્વાગતમ

  8. vikramsinh
    September 22nd, 2014 at 12:46 | #8

    jordar

  9. vrajlal
    December 31st, 2015 at 04:10 | #9

    બહુજ સરસ

  1. No trackbacks yet.