Home > ગીત, માધવ રામાનુજ, સમન્વય ૨૦૦૭ > બેડાં મૂકીને – માધવ રામાનુજ

બેડાં મૂકીને – માધવ રામાનુજ

January 18th, 2010 Leave a comment Go to comments

બેડાં મૂકીને તમે બેસજો ઘડીક,
હું તો સુક્કાં સરોવરનો ઘાટ,
વીરડા ગાળીને પછી ભરજો નિરાંતમાં,
મારો ખાલીખમ ઉચાટ.

તમને જોયાં કે પાંચ પગલાની
એકવાર હૈયે જડેલ ભાત સાંભરે,
એકવાર છલછલતા હિલ્લોળે
પોંખ્યાના કંકુ ચોખાની વાત સાંભરે.
મને પત્થરના શમણાના સમ
ફરી જાગે એ તે ‘દિનો ભીનો તલસાટ.
બેડાં મૂકીને..

ઝાંઝરના મૂંગા રણકાર સમું ગામ
આમ ટળવળતું ટળવળતું જાય,
ઝાંઝવાની પરબો રેલાય તોય
વાયરાની તરસી વણઝાર ના ધરાય.
વાત વાદળ કે કાજળની કરતા જાજો,
વાત સુરજ કે છુંદાણાની કરતા જાજો,
નકર નહીં ખૂટે નોંધારી વાટ.
બેડાં મૂકીને..

Please follow and like us:
Pin Share
  1. January 18th, 2010 at 13:13 | #1

    સરસ

  2. Gandhi.M.D., U.S.A.
    January 18th, 2010 at 15:01 | #2

    સારું ગીત છે.

  3. January 21st, 2010 at 04:51 | #3

    મજા આવી, ગીતની મધુરતાથી.

  4. Niral
    January 22nd, 2010 at 20:24 | #4

    ઘણું સરાસ. સ્વર અને સંગીત કોના છે? જણવા મળશે તો ગમશે.

    નિરલ દ્વિવેદી.

  5. Prashant Patel
    January 28th, 2010 at 01:30 | #5

    I believe Amar Bhatt gets credit for this composition. Could the voice be that of Gargi Vhora?

  1. No trackbacks yet.