Home > ગઝલ, ધૂની માંડલિયા, નયનેશ જાની > એવું બને – ધૂની માંડલિયા

એવું બને – ધૂની માંડલિયા

August 3rd, 2010 Leave a comment Go to comments

સ્વરાંકન / સ્વર: નયનેશ જાની

એક વ્યક્તિ પણ અહીં ટોળું બને એવું બને,
ચીંથરું ક્યારેક ઘરચોળું બને એવું બને.

કાગડો હિંમત કરીને ચાંદનીમાં જો ઉડે,
પિચ્છ એકાદું પછી ધોળું બને એવું બને.

લાગશે માસુમ ચહેરો જળનો પણ એજ જળ
નાવ ડૂબાડી ભલું ભોળું બને એવું બને.

Related posts:

  1. August 5th, 2010 at 11:06 | #1

    ખૂબ સરસ સ્વરાંકન , ગાયકી અને શબ્દો !

  2. NITIN V MAHETA
    August 6th, 2010 at 15:07 | #2

    સાદગી ભર્યા શબ્દોનું અત્યંત કર્ણપ્રિય સ્વરાંકન ને તમારી અદભુત ગાયકીએ આ ગઝલના કાવ્ય તત્વને તેની ચરમ સીમાએ પહોચાડ્યું છે
    નીતિન વિ મહેતા

  3. BHARAT PANCHOLI
    August 18th, 2010 at 19:30 | #3

    આવું ગયીન જો એક ભજન બને , તો સ્વર તેના ‘જાની ‘ સંભાળવા પડે . વાહ …વાહ .

  1. No trackbacks yet.