Home > અમૃત, અમૃત ‘ઘાયલ’, ગઝલ, મનહર ઉધાસ > મજા ક્યાં છે – અમૃત ‘ઘાયલ’

મજા ક્યાં છે – અમૃત ‘ઘાયલ’

August 19th, 2010 Leave a comment Go to comments
આલ્બમ:અમૃત
સ્વર:મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


મજા ક્યાં છે, ખુશી ક્યાં છે, એ દિલ ક્યાં છે, જીગર ક્યાં છે?
જીવનમાં જીવવા જેવું કઈ તારા વગર ક્યાં છે ?

જે દુશ્મન છે તે દુશ્મન છે, ન સમજો દોસ્તને દુશ્મન,
તમોને દોસ્ત દુશ્મનની ખબર ક્યાં છે, કદર ક્યાં છે?

સમજ પણ એ જ છે મુજમાં, નજર પણ એ જ છે કિન્તુ,
સમજ લાંબી સમજ ક્યાં છે, નજર લાંબી નજર ક્યાં છે?

તને છે રૂપની મસ્તી, મને છે પ્રેમની મસ્તી,
તને તારી ખબર ક્યાં છે, મને મારી ખબર ક્યાં છે?

કવિ જેને કહો એવા કવિ ક્યાં છે કવિ ‘ઘાયલ’,
યદી છે તો જગતમાં કોઈને એની કદર ક્યાં છે?

Please follow and like us:
Pin Share
  1. August 20th, 2010 at 19:02 | #1

    સરસ ગઝલ છે.

  2. Maheshchandra Naik
    August 21st, 2010 at 13:30 | #2

    સરસ ગઝલ અને સરસ ગાયકી મનહર ઉદાસને અભિનદન, ઘાયલ સાહેબ ને આદરપૂર્વક નમન, તમારો આભાર …………………

  3. anupam sroff
    August 23rd, 2010 at 09:16 | #3

    DEAR

    THI IS REALY VEREY TOUCH NO MORE
    ANUPAM

  1. No trackbacks yet.