Home > કૃષ્ણગીત, હસુ પરીખ, હિમાંશુ મકવાણા > નેણ રુવે રાધાના – હસુ પરીખ

નેણ રુવે રાધાના – હસુ પરીખ

September 2nd, 2010 Leave a comment Go to comments

સ્વરાંકન: રસિકલાલ ભોજક
સ્વર: હિમાંશુ મકવાણા

નેણ રુવે રાધાના હો
જેમ ઝરમર નીર વરસે રે ગગનના
એમ નેણ રુવે રાધાના..

એનું પાયલ પ્રીતિ સું પાગલ
એનું ઉર હરણી સું ઘાયલ,
ગગને ચમકે રે ચાંદર તોયે,
શ્યામ મઢુલી મોહિની ચંદ્ર વિના
એમ નેણ રુવે રાધાના..

એ ભમતી રે વનરાવન,
એ ઝંખતી શ્યામના ચરણ,
ફૂલે ફાલ્યો રે ફાગણ તોયે,
કોરી બાંધણી રંગરસિયા વિના,
એમ નેણ રુવે રાધાના..

Related posts:

  1. Maheshchandra Naik
    September 3rd, 2010 at 03:21 | #1

    જન્માષ્ટમીની હાર્દિક વધાઈ, આપનો આભાર ……………………….

  2. September 5th, 2010 at 06:23 | #2

    સરસ ગીત છે.

  3. MAYUR MARU
    September 25th, 2010 at 10:57 | #3

    Rasikbahi Bhojak composed this song for me in 1963 – when Ismail Darbar was his chief music supporter. I had just moved from Bombay to ATIRA, Ahmedabad as an
    A Grade artist. When this was being recorded, there were other great artists like
    Pratima Bannerjee, Pragna Chhaya, Rasbihari Desai, Madhusudan Shashtri w+ere also in different studios and were extremely delighted to hear the song. Himanshu ofcou+rse has given a slight different touch specially in high octaves. Best luck, Himanshu. (I AM NOW 75). MAYUR MARU

  4. December 27th, 2010 at 07:33 | #4

    નીરજભાઈ , અપને ખુબ ખુબ ધન્યવાદ , કે અપના દ્વારા ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યને સાંપ્રત સમય માં યોગ્ય સમયે અને યોગ્ય રીતે આવશ્યક સિંચન મળ્યું છે . મારી પાસે પૂરતા શબ્દો નથી અપના આ ભગીરથ કાર્ય માટે . અપને ખુબ ખુબ સફળતા ની શુભેસ્ચાઓ પ્રેસક – કનુભાઈ મ. દેસાઈ .- વાણી -તા- વિરમગામ -જી.-અમદાવાદ

  5. May 16th, 2011 at 20:30 | #5

    બહુજ મજાનું વિરહ ગીત છે .ખુબજ ધન્યવાદ

  1. No trackbacks yet.