Home > અમર ભટ્ટ, ઉમાશંકર જોશી, ગાર્ગી વોરા, ગીત, સમન્વય ૨૦૧૧ > અહો ! પુષ્પપુષ્પે પ્રગટ પ્રેમલિપિ – ઉમાશંકર જોશી

અહો ! પુષ્પપુષ્પે પ્રગટ પ્રેમલિપિ – ઉમાશંકર જોશી

February 10th, 2013 Leave a comment Go to comments
આલ્બમ:સમન્વય ૨૦૧૧
સ્વરકાર:અમર ભટ્ટ
સ્વર:ગાર્ગી વોરા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


અહો ! પુષ્પપુષ્પે પ્રગટ પ્રેમલિપિ !
દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી !
તૃણ તણે અંકુરે પ્રેમભાષા સ્ફુરે,
કોમળા અક્ષરોમાં લખેલી;
વાડીએ, ઝાડીએ, ખેતરે, કોતરે,
વાદળીપિચ્છમાં આળખેલી.
અહો ! પુષ્પપુષ્પે પ્રગટ પ્રેમલિપિ !
દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી !

પંખીની હારમાં, સરિતની ચાલમાં,
સિન્ધુના ઊછળતા જળતરંગે,
એ જ ગાથા લખી ભવ્ય ગિરિશ્રેણિમાં,
તારકાંકિત નિશાને ઉછંગે.
અહો ! પુષ્પપુષ્પે પ્રગટ પ્રેમલિપિ !
દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી !

તરુણ જનની કૂખે, અરુણ બાલક મુખે.
સ્મિતપીંછીથી રચી પ્રણયરૂપી;
મૃત્યુની લેખણે વૃધ્ધ રોગી તણે
મુખ લખી કારુણી એ અછૂપી.
અહો ! પુષ્પપુષ્પે પ્રગટ પ્રેમલિપિ !
દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી !

ઊલટતા નાશમાં, પલટતી આશમાં
અગનઝાળે ગૂંથી ચીપીચીપી;
ભૂત ને ભાવિના ભવ્ય ભાવાર્થમાં
ભભકતી અજબઘેરાં અમી પી.
અહો ! પુષ્પપુષ્પે પ્રગટ પ્રેમલિપિ !
દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી !

Please follow and like us:
Pin Share
  1. Vashishth Shukla
    February 10th, 2013 at 05:01 | #1

    પ્રિય નીરજભાઈ ….

    રવિવારની સવાર આપે સુધારી દીધી .. મહાકવિ ઉમાશંકર જોશીજીની અદભૂત રચના અને બહેન ગાર્ગી દ્વારા સુંદર ન્યાય અપાયો છે … મારી પસંદગીની રચના છે…

    વશિષ્ઠ શુક્લ, વડોદરા

  2. February 10th, 2013 at 05:55 | #2

    વાહ… ઉત્તમ રચના.. મજાની ગાયકી અને સુંદર સ્વરાંકન !

  3. February 10th, 2013 at 06:53 | #3

    આભાર, શબ્દો સાથ ઓડિયો ઉપરાંત તમારો રેડિયો બધું આવકાર્ય. ધન્યવાદ અને અભિનંદન… કાંતિલાલ પરમાર – હીચીન.

  4. February 10th, 2013 at 15:41 | #4

    વાહ, મન તરબતર. મનનીય કૃતિનું મોહક સ્વર-નિયોજન ગાયન.

  5. February 10th, 2013 at 16:04 | #5

    વાહ ખુબજ સુંદર અને મનભાવન રચના, અભિનંદન અને ધન્યવાદ. મને બહુજ મઝા પડી.

  6. Maheshchandra Naik
    February 14th, 2013 at 06:18 | #6

    વાહ વાહ મઝા આવી ગઈ, સરસ સ્વરાંકન , કર્ણમધુર સ્વર અને આનદ આનદ થઈ જાય એવું સંગીત સૌને અભિનદન અને આપનો આભાર………………….

  7. April 10th, 2013 at 16:06 | #7

    V v v nice ..

  8. sp shah
    May 12th, 2013 at 14:18 | #8

    Very nice song!

  9. Nalin Shah
    September 25th, 2013 at 15:13 | #9

    ગીત ની રચના અતિ સુન્દેર છે . બહુ મજા પડી ગઈ .

  10. December 18th, 2015 at 20:53 | #10

    Amazing poem of great Umashankar Joshi put to music. Gargi Vora’s mellifluous voice adds beauty to grandeur. She is really blessed with a lilting voice that can effortlessly traverse poet’s poetic vision to pictures. Gargi held me captive during the whole rendition and captured my inner attention. Very unusual and beautiful poem set to music (I think in raag Kedar) with utmost simplicity and perfection.
    A million thanks
    Nilesh Nathwani, vienna

  11. janakray bhatt
    March 5th, 2016 at 00:32 | #11

    ક્વીમુર્ધ્ન્ય શ્રી ઉમાશંકર જોશીએ પ્રેમ્લીપી જાણી માની અને કાવ્ય રૂપે ઉતારી. સુર રૂપે સજી અમરભાઈ અને ગર્ગીભેને રજુ કરી. ધન્યવાદ.

  1. No trackbacks yet.