Home > અન્ય, ગઝલ, દેવેશ દવે, પુરુરાજ જોશી > આવી વસંતો આવશે – પુરુરાજ જોશી

આવી વસંતો આવશે – પુરુરાજ જોશી

February 11th, 2013 Leave a comment Go to comments
આલ્બમ:અન્ય
સ્વર:દેવેશ દવે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


સંગીત: વિનોદ ભવરિયા

આવી વસંતો આવશે કોને ખબર હતી,
ફૂલો ઉદસી લાવશે કોને ખબર હતી.

વૈભવ ફૂલોનો આંખને અથડાય જે ક્ષણે,
તારો અભાવ સાલશે કોને ખબર હતી.

આંબાના પાન પાન પર રોમાંચ વેરતો,
ટહુકો હ્રદયને તાવશે કોને ખબર હતી.

આ મંજરીની ગંધનો સાગર હિલોળતો,
જ્વાળા બની જલાવશે કોને ખબર હતી

Please follow and like us:
Pin Share
  1. Maheshchandra Naik
    February 12th, 2013 at 02:10 | #1

    વસંત અને પાનખરની સરસ રચના …………………….

  2. bharat chandarana
    November 15th, 2013 at 08:20 | #2

    –કુદરતના સાનિધ્યમાં લટાર મારતા હોઇઍ તેવી અનુભૂતિ કરાવતી

  3. Anila Patel
    December 6th, 2013 at 19:30 | #3

    વનમાં વસંતના ટહુકા અને મનમાં પાનખરની ઉદાસીનું ગીત દિલમાં દર્દ રેલાવી ગયું.

  4. Devesh Dave
    March 17th, 2015 at 12:10 | #4

    Respeced Nirajbhai,
    doing very good work for Sugam sangit
    posted my ghazal is composed by me
    and please correct my name
    It is deven dave instead Devesh Dave
    I will send more beautiful bhajans of Punit Maharaj
    thanks
    deveshdave
    Bharuch,Gujarat

  1. No trackbacks yet.