Home > અરદેશર ખબરદાર ‘અદલ’, આશિત દેસાઈ, ગીત, ચંદુ મટ્ટાણી, રિશીત ઝવેરી, લોકગીતો > જ્યાં જ્યાં વસે એક ગુજરાતી – અરદેશર ખબરદાર ‘અદલ’

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી – અરદેશર ખબરદાર ‘અદલ’

April 19th, 2007 Leave a comment Go to comments

સ્વર: આશિત દેસાઇ, ચન્દુ મટ્ટાણી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વર: કિરાત અંતાણી, સમીર જાદવ
સ્વરાંકન: રિશીત ઝવેરી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!

ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ;
સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ.
જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત,
જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત.
જેને ઉર ગુજરાત હુલાતી, તેને સુરવન તુલ્ય મિરાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ;
ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે કોણ જાત ને કોમ.
ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

અણકીધાં કરવાના કોડે, અધૂરાં પૂરાં થાય;
સ્નેહ, શૌર્ય ને સત્ય તણા ઉર, વૈભવ રાસ રચાય.
જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય ‘અદલ’ ગુજરાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

Please follow and like us:
Pin Share
  1. Sheetal Pandya Sharma
    July 31st, 2008 at 19:17 | #1

    આ ગીતનુ શ્રવન કરીને ખરેખર જાને ગુજરાત મા હોવાની અને ગુજરાતી હોવાનિ ધન્ય અનુભૂતિ થઇ!! જય જય ગરવી ગુજરાત!!

  2. vidhi
    August 20th, 2008 at 18:52 | #2

    કોઉલ્દ યોઉ દો સોમેથિન્ગ થત વે કોઉલ્દ કોપ્ય થિસ સોન્ગ્સ્.

  3. Naitik
    August 19th, 2010 at 11:55 | #3

    @vidhi
    That is not possible read the disclaimer on the right side of this site. and dont ask to download this songs. . because ખરીદી ને સાંભળો એમાં જ કલાકારો નું બહુમાન છે

  4. Vijay Balu
    May 5th, 2012 at 05:34 | #4

    રિશીત , ઘણા ઘણા અભિનંદન .

  5. Rishit Jhaveri
    May 6th, 2012 at 12:27 | #5

    @Vijay Balu
    Thank you so much Vijay uncle…

  6. sp shah
    May 12th, 2013 at 14:30 | #6

    I first had not heard this poem but after listening i was glad to hear it. Thank u….

  1. No trackbacks yet.