Home > આગમન, ગઝલ, મનહર ઉધાસ, સૈફ પાલનપુરી > શાંત ઝરુખે વાટ નિરખતી.. – સૈફ પાલનપુરી

શાંત ઝરુખે વાટ નિરખતી.. – સૈફ પાલનપુરી

April 18th, 2007 Leave a comment Go to comments

શાંત ઝરુખે વાટ નિરખતી….. અને વરસો બાદ ફરીથી આજે એ જ ઝરુખો ….કયા ગઝલપ્રેમીએ ‘સૈફ પાલનપુરી’ ની આ નઝમને શ્રી ‘મનહર ઉધાસ’ ના સૂરીલા કંઠે નહીં સાંભળી હોય? ઘણીવાર આ નઝમ સાંભળીને મને થતું કે શાયરે જે વ્યક્તિને જાણતા પણ નથી તેને માટે શા માટે આટલું દર્દ ભર્યું ગીત લખ્યું છે? ઘણા ખાંખા-ખોળા કર્યા પછી મને આ નઝમનું નીચે મુજબ અર્થઘટન મળ્યું છે, જે સાહિત્યપ્રેમીઓની વિચારણા માટે રજુ કરું છું:-

અહીં ઝરુખો એ જિંદગીનું પ્રતિક છે. પહેલો ભાગ જીવનની શરુઆતના ભાગ- બાળપણને વર્ણવે છે. બાળકની નિર્દોષ સુંદરતાને શાયરે એક સુંદરી સાથે સરખાવી છે. અને બીજા ભાગમાં જીવનના અંત ભાગનું- મૃત્યુ સાવ નજીક આવી ગયું હોય તે ઘડીનું કરુણ વર્ણન આપણને પણ સુના સુના નથી કરી નાંખતું?

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

શાંત ઝરુખે વાટ નિરખતી રૂપની રાણી જોઇ હતી
મેં એક શહેજાદી જોઇ હતી…

એના હાથની મેહંદી હસતી હતી, એનું આંખનું કાજળ હસતું હતું
એક નાનું સરખું ઉપવન જાણે મોસમ જોઇ મલકતું હતું.

એના સ્મિતમાં સો સો ગીત હતાં, એની ચુપકીદી સંગીત હતી,
એને પડછાયાની હતી લગન, એને પગરવ સાથે પ્રિત હતી.

એણે આંખના આસોપાલવથી એક સ્વપ્ન મહેલ શણગાર્યો હતો,
જરા નજરને નીચી રાખીને અણે સમયને રોકી રાખ્યો હતો.

એ મોજાં જેમ ઉછળતી હતી ને પવનની જેમ લેહરાતી હતી,
કોઇ હસીને સામે આવે તો બહું પ્યાર ભર્યું શરમાતી હતી.

એને યૌવનની આશીષ હતી, એને સર્વ બલાઓ દુર હતી,
એના પ્રેમમાં ભાગીદાર થવા ખુદ કુદરત પણ આતુર હતી.

વર્ષો બાદ ફરીથી આજે એજ ઝરુખો જોયો છે…
ત્યાં ગીત નથી સંગીત નથી, ત્યાં પગરવ સાથે પ્રિત નથી,
ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી ને ઉર્મિઓના ખેલ નથી,
બહુ સુનું સુનું લાગે છે, બહુ વસમું વસમું લાગે છે…

એ નહોતી મારી પ્રેમિકા, એ નહોતી મારી દુલ્હન,
મેં તો એને માત્ર ઝરુખે વાટ નિરખતી જોઇ હતી
કોણ હતી એ નામ હતુ શું, એ પણ હું ક્યાં જાણું છું
તેમ છતાંયે દિલને આજે વસમું વસમું લાગે છે,
બહુ સુનું સુનું લાગે છે…
———————————————–
ફરમાઇશ કરનાર મિત્ર: રિતેશ

Please follow and like us:
Pin Share
 1. Dumb Eagle
  April 19th, 2007 at 08:11 | #1

  હં… હું તો આ ગીત ને એના અર્થઘટન વગર જ માણી શકીશ.. એમાં આટ્લું અચરજ કેમ? નથી થતી કોઇ અજાણ્યા બાળક ને જોઇ ને એને રમાડવાની લાગણી? કોઇ વ્રુદ્ધ ને જોઇ ને રસ્તો ઓળંગી આપ્વાની ઈચ્છા… તો શાંત ઝરુખે રુપની રાણી ને જોઇ ને ગઝલ તો લખાઈ જ જાય ને!

  By d way thanks a lot for the song… I am already in love with it!

 2. નીરજ શાહ
  April 19th, 2007 at 13:04 | #2

  બિલકુલ સાચી વાત છે રિતેશ…

 3. Ritesh
  April 23rd, 2007 at 16:49 | #3

  Thanks a lot for your comments on my blog Nirajbhai… It’s reallly encouraging!!!

  And i love the new name “Rankaar”…

 4. February 11th, 2008 at 13:10 | #4

  આ ગઝલ વાચિ ને મારુ મન ખુબજ સારુ અનુભવુ ચ્હુ.
  આવિ ગઝલો જ ગુજરતી સાહિત્ય અને સગીત ની ઓરખ શે.

 5. mukesh gajera
  August 4th, 2008 at 13:37 | #5

  લન્ડન મા આ ગજલ સામ્ભળી ને ગુજ્રરાત ની યાદ આવી ગઈ.

 6. SHAILESH
  October 22nd, 2008 at 14:52 | #6

  દીલ મા વસેલી મન ની અજાણી શાહજાદી ના બદલાતા સમયો થી દુખી કવી ની લાગણીસભર વેદના ને ભીજાવી દીધુ અને આન્ખો ને સજળ કરી દીધી

 7. KRUPALI
  July 23rd, 2009 at 06:40 | #7

  WONDERFUL SONG !!!! SOMETIMES BACK I HAVE READ IT FROM ONE OF MY FRIEND ..N TODAY AFTER LISTENING ON YOUR BLOG I JUST DONT HAVE ANY WORDS TO EXPLAIN MY FEELINGS … MAY GOD BLESS U WITH LOTS OF HAPPINESS N BEST OF HEALTH .

 8. NAVIN PATEL GANDHINAGAR
  October 2nd, 2009 at 11:57 | #8

  જો તમે આજ ગઝલ એક દિકરીના બાપ તરીકે શાભળો કલ્પના કરો….પોતાની દિકરીને લગ્ન કરી વિદાય આપી અને ઘેર આવી દિકરીને ઝરુખો જોઇ યાદ કરો ….અને વેદના ભુલવા “એ નહોતી મારી પ્રેમિકા……..” કયો દિકરીનો બાપ હશે જેની આન્ખ ભિની ન થાય્ …………..

 9. RADADIYA BHADRESH
  January 26th, 2010 at 16:10 | #9

  Reallly, It’s wonderful & very Heart touching Poem………………………….

 10. April 8th, 2010 at 03:39 | #10

  really a sweet ghazal written by great poet and sung by great singer which made me happy from the inner heart……

 11. jinal joshi
  July 9th, 2010 at 04:59 | #11

  it’s really wonderful to hear thanks alot for such a nice collection for all of us.

 12. Jayesh bhuva
  August 30th, 2011 at 03:27 | #12

  It’s really wonderful song

 13. December 17th, 2011 at 19:00 | #13

  i think raj kapoor also anspire by this nazam,
  and taken in mera naam joker, pahela ghanta hai bachpan, dusara jawani and teesra budhapa

 14. November 11th, 2012 at 17:03 | #14

  I love like this song so much .

 15. June 20th, 2014 at 11:58 | #15

  સૂથીંગ સોંગ…

 1. No trackbacks yet.