Home > ગઝલ, જલન માતરી, મનહર ઉધાસ > દુઃખી થવાને માટે – જલન માતરી

દુઃખી થવાને માટે – જલન માતરી

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

“કાપી કાપી એનાં કટકાઓ કરી નાખે સ્વજન,
કોઈપણનાં શીશ પટકીને કરે કાતિલ રૂદન,
આ જગતમાં સ્વાર્થનું કેવું ચલણ છે શું કહું?
લાશ જો સોનું બની જાયે તો ના પામે કફન.”

દુઃખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે,
હવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહીં આવે.

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતમાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.

આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે.

કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
‘જલન’ની લાશ ઊંચકવા અહીં ઈશ્વર નહીં આવે.

Please follow and like us:
Pin Share
  1. Rakshit
    May 8th, 2008 at 09:05 | #1

    ખુબ જ સુન્દર…

  2. May 8th, 2008 at 14:58 | #2

    વાહ્….!!

    આ રચના સ્વરબદ્ધ છે તે ન’તી ખબર ,
    સુંદર………!!

  3. pragnaju
    May 8th, 2008 at 15:21 | #3

    પૂ.મોરારી બાપુની કથામાં જલનની રચનાનો ઉલ્લેખ હોય જ !
    દુઃખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે,
    હવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહીં આવે.
    વાહ્ માણવાની મઝા આવી.

  4. Pravin Patel
    August 10th, 2010 at 10:15 | #4

    સુંદર રચના અને મનહરજી ના મધુર સ્વરમો…..હકીકત મો કળિયુગ પ્રભુ નહિ આવે …..

  1. No trackbacks yet.