દુઃખી થવાને માટે – જલન માતરી

આલ્બમ: આમંત્રણ

સ્વર: મનહર ઉધાસ



“કાપી કાપી એનાં કટકાઓ કરી નાખે સ્વજન,
કોઈપણનાં શીશ પટકીને કરે કાતિલ રૂદન,
આ જગતમાં સ્વાર્થનું કેવું ચલણ છે શું કહું?
લાશ જો સોનું બની જાયે તો ના પામે કફન.”

દુઃખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે,
હવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહીં આવે.

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતમાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.

આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે.

કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
‘જલન’ની લાશ ઊંચકવા અહીં ઈશ્વર નહીં આવે.