Home > ઇંદુલાલ ગાંધી, ગીત, હેમંત ચૌહાણ > દેખતા દીકરાનો જવાબ -ઇંદુલાલ ગાંધી

દેખતા દીકરાનો જવાબ -ઇંદુલાલ ગાંધી

અગાઉ મુકેલી પોસ્ટ ‘આંધળી માનો કાગળ’ ના અનુસંધાન માં આ ગીત દેખતા દીકરાનો જવાબ અહિં રજુ કરું છું.
સ્વર : હેમંત ચૌહાણ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ,
આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત.
વાંચી તારાં દુ:ખડાં માડી ! ભીની થઈ આંખડી મારી.

પાંચ વરસમાં પાઈ મળી નથી, એમ તું નાખતી ધા,
આવ્યો તે દિ’થી આ હોટલને ગણી, માડી વિનાના ‘મા’
બાંધી ફૂટપાયરી જેણે, રાખ્યો રંગ રાતનો એણે !

ભાણિયો તો માડી ! થાય ભેળો જે દિ’ મિલો બધી હોય બંધ,
એક જોડી મારાં લૂગડાંમા, એને, આવી અમીરીની ગંધ ?
ભાડે લાવી લૂગડાં મોંઘા, ખાતો ખારા દાળિયા સોંઘા.

દવાદારૂ આંહી આવે ન ઢૂંકડા, એવી છે કારમી વેઠ,
રાત ને દિવસ રળું તોયે મારું, ખાલી ને ખાલી પેટ,
રાતે આવે નીંદર રૂડી, મારી કને એટલી મૂડી.

જારને ઝાઝા જુહાર કે’જે, ઊડે આંહી મકાઈનો લોટ,
બેસવા પણ ઠેકાણું ના મળે, કૂબામાં તારે શી ખોટ ?
મુંબઈની મેડીયું મોટી, પાયામાંથી સાવ છે ખોટી.

ભીંસ વધીને ઠેલંઠેલા, રોજ પડે હડતાળ,
શે’રના કરતા ગામડામાં, મને દેખાય ઝાઝો માલ,
નથી જાવું દાડિયે તારે, દિવાળીએ આવવું મારે.

કાગળનું તારે કામ શું માડી ! વાવડ સાચા જાણ,
તારા અંધાપાની લાકડી થાવાના, મેં લીધા પચખાણ,
હવે નથી ગોઠતું માડી, વાંચી તારી આપદા કાળી.

Please follow and like us:
Pin Share
  1. DINESH SHAH
    February 3rd, 2009 at 03:49 | #1

    reply given by the son is also very touching. I was searching for nice poem…and got it from your valued site.

    thanks

    dinesh shah

  2. yashwant
    May 4th, 2009 at 13:56 | #2

    Yhis is my favourate song.

  3. anand solanki
    June 22nd, 2009 at 00:53 | #3

    No comments, just tears

  4. Harshad Mehta.
    July 30th, 2009 at 21:56 | #4

    Both the letters are so touching that I like to hear it again and again.

  5. Arvind Patel
    August 4th, 2009 at 22:49 | #5

    My dear friend Niraj

    You have many of my favourite songs – thank you for this. You are doing a greate service. God bless you.

    I like to listen a poem by Zeverchand Meghani which was tought to me at my primary school education. My recall that it was about a couple of sarash birds and fire. Could you search it for me? I would very much appriciate it.

    Arvind Patel

  6. Kantilal Sharma
    August 15th, 2009 at 14:44 | #6

    Dear Niraj,
    I want to here one poem which was in our text: Bhomiya vina mare bhamvata dungara ane jangale ni kunj kunj jovi hati, Joviti kandara ane joviti kotaro rota zaranani ankh lovi hati. Please search if you can.
    Thnks for your service.

  7. Hiren Jhaveri
    August 31st, 2009 at 10:51 | #7

    No words to describe this peoms, i am speachless and can’t stop myself from shredding tears…..

  8. sudhir shah
    September 13th, 2009 at 18:19 | #8

    THANKS, ONE OF MY FRIEND HAS SEND ME YOUR ADDRESS AND I HEEARD THIS SONGS, HEARING IT I REMEMBERED MY CHILDHOOD WHEN I HAD LEARNED THIS POEM. I HOPE TO VISIT YOUR SITE REGULARLY

  9. harish solanki
    January 25th, 2010 at 11:08 | #9

    BAHU SARAS,NANPAN AA GEET BAHU SAMBHLATO,TYARE PAN RADI PADTO ANE AAJE FARI EKWAAR AA GEET SAMBHALI NE RADI PADAYU.

  10. neetin vora
    April 2nd, 2010 at 13:50 | #10

    અતિ સુંદર ,આંધળી માનો કાગળ તો ઘણા એ વાચ્યો હશે પણ દેખતા દીકરા નો જવાબ દરેકે નહિ વાચ્યો હોય .બંને કવિતા જેટલી સુન્દર છે તેટલા જ ગીતો નાં રાગ છે ખરે ખર અદભૂત!

  11. Subhash Rughani
    April 20th, 2010 at 10:41 | #11

    નીરજભાઈ
    તમે સારી સેવા કરોછો. મારે એક ઝવેરચંદ મેઘની નું ગીત સંભાળવું છે “આભ માં અવળી શી ફૂલવાડી કે ફૂલડાં કોણે વાવ્યા રેલોલ ….
    જો મળી શકે તો , કૃપયા તમારી.

  12. JYOTINDRA.MANKAD
    July 6th, 2011 at 17:17 | #12

    આંધળી માં નો કાગળ અને દેખતા દીકરા નો જવાબ ક્યારેય પણ દિલ માંથી નીકળી શકે તેમ નથી.

  13. Harihar motibhai vankar
    December 7th, 2012 at 07:26 | #13

    ભાઈ ,
    મારી પાસે કોઈ સબ્દ નથી …..

  1. April 5th, 2009 at 15:40 | #1