Home > અજ્ઞાત, પ્રફુલ્લ દવે, પ્રાર્થના-ભજન > હરી તુ ગાડું મારું…

હરી તુ ગાડું મારું…

April 30th, 2007 Leave a comment Go to comments

સ્વર: પ્રફુલ દવે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું
ધરમ-કરમના જોડ્યા બળદીયા ધીરજની લગામ તાણું

સુખ ને દુ:ખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય
કદી ઉગે આશાનો સુરજ કદી અંધારુ થાય
મારી મુજને ખબર નથી કંઇ ક્યાં મારું ઠેકાણુ, કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું…

પાપણ પટારે સપના સંઘર્યા, ઉપર મનની સાંકળ વાસી
ડગર ડગરીયા આવે નગરીયા, નાય આવે મારુ કાશી
ક્યારે વેરણ રાત વિતે ને ક્યારે વાયે વાણું, કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું…

ક્યાંથી આવું, ક્યાં જવાનું, ક્યાં મારે રહેવાનુ
અગમ-નીગમ નો ખેલ અગોચર, મનમાં મુંઝાવાનું
હરતું ફરતું શરીરતો છે પિંજર એક પુરાણું, કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું…

Please follow and like us:
Pin Share
  1. Arun Joshi
    August 8th, 2008 at 17:13 | #1

    Awsome song!! The words, lyrics and music does justice to each other. Well done Prafulji.

  2. બિપીન પટેલ
    May 13th, 2009 at 12:46 | #2

    નીરજ ભાઈ ….નીરજભાઇ…
    ખુબ મજા આવી…
    અ…હા… આટલી સુન્દર રચનાઓ …!!!!!!

  3. Harshad Patel
    May 14th, 2009 at 18:28 | #3

    Nicely done. Enjoyed the Bhajan.

  4. jaychandra gajjar
    May 23rd, 2009 at 00:53 | #4

    I am from south africa, arrived in us about 8-9 months ago
    being retired perdson it is difficult to pass time and then accidently I came to know that there is so much you can find on computer our bhakti sangeet and I found RANKAR
    I enjoyed hari tu gadu maru kya lai jaai which I enjoyed very much. keep up the good work,
    with blessing wish a long happy healthy life,
    Jaychandra Gajjar.

  5. December 26th, 2009 at 19:09 | #5

    In this songs needs some sweetness and it is satisfied by Mr.Praful Dave I enjoyed very much and I am thankful to all Rankar team for the great collection with good singers.

    Dharmesh Soni.
    KSA.

  6. LATA MEHTA NZ
    February 1st, 2010 at 11:23 | #6

    very nice song.thanks.

  7. Pravin Jethwa
    February 11th, 2010 at 20:13 | #7

    I really enjoyed listening to this one by Praful Dave. Have seen him perform live at the Royal Albert Hall and will never ever get tired of listening to this fantastic bhajan.
    Pravin Jethwa

  8. sumi patel
    May 18th, 2010 at 22:57 | #8

    વાહ વાહ, બસ ઘણા જ વખત પછી આ સાંભળવાને મળ્યું છે. આનો હૂં હૃદય પૂર્વક આભાર માનું છું.
    બહુ જ સરસ આનંદ અનુભવી રહી છું.

    ધન્યવાદ,
    સુમિત્રા પટેલ

  9. June 24th, 2011 at 05:40 | #9

    બહુ સરસ ભજન ” ગાડુ મારું ક્યાં લઇ જાય કંઈ જાણું ” મને બહુ ગમ્યું . ઘણો વખત થી શોધતો હતો
    આજે મળ્યું. હું હૃદય પૂર્વક આભાર માનું છું
    ધન્યવાદ ,
    પ્રેમજી ભોજા

  10. Rupesh Yatesh Dalal
    December 18th, 2011 at 06:29 | #10

    નીરજભાઈ, મારી એક રીક્વેસ્ટ છે, બ્લેક બેરી માટે પણ એપ્લીકએસન આપો તો મઝા આવી જાય.

    તમે સાચે જ ખુબ ઉમદા કામ કર્યું છે ગુજરાતી ભાષા માટે, તેના માટે આપને ખુબ ખુબ અભિનંદન.

    પ્રફુલ દવે ના બીજા ગીતો, ભજન અને પ્રભાતિયા ઉમેરવાની મારી રીક્વેસ્ટ છે.

  11. sureshbhai sheth
    February 18th, 2012 at 11:33 | #11

    ગુજરાતી ભજનમાં જીવનની સુન્દેર કહાની .

  12. shantilal joshi
    November 22nd, 2015 at 15:41 | #12

    મારા પિતાજી ને આ ગીત બહુજ ગમતું હતું.
    નીરજભાઈ આભાર

  1. No trackbacks yet.