Home > કૃષ્ણગીત, પ્રિયકાંત મણિયાર > આ નભ ઝૂક્યું તે કાનજી… – પ્રિયકાંત મણિયાર

આ નભ ઝૂક્યું તે કાનજી… – પ્રિયકાંત મણિયાર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે,
આ સરવરજળ તે કાનજી ને પોયણી તે રાધા રે,
આ નભ ઝૂક્યું તે કાનજી…

આ બાગ ખીલ્યો તે કાનજી ને લ્હેરી જતી તે રાધા રે,
આ પરવત-શિખર કાનજી ને કેડી ચડે તે રાધા રે,
આ નભ ઝૂક્યું તે કાનજી…

આ ચાલ્યાં ચરણ તે કાનજી પગલી પડે તે તે રાધા રે,
આ કેશ ગૂંથ્યા તે કાનજી ને સેંથી પૂરી તે રાધા રે,
આ નભ ઝૂક્યું તે કાનજી…

આ દીપ જલે તે કાનજી ને આરતી તે રાધા રે,
આ લોચન મારાં કાનજી ને નજરું જુએ તે રાધા રે !
આ નભ ઝૂક્યું તે કાનજી…

Please follow and like us:
Pin Share
  1. neetakotecha
    October 22nd, 2007 at 03:15 | #1

    મારુ પ્રિય ગીત છે આ.

    ખુબ ખુબ આભાર

  2. neetakotecha
    October 24th, 2007 at 03:29 | #2

    ઘર માં સાસુ જી વઢે ને તો આવજો બચાવવા.એમની ફરિયાદ હજી સુધી તો નથી આવી પણ કેટલુ સહન થાશે એમનાથી પણ.

    ખુબ સરસ, ખુબ ગમે છે બધા ગીતા સાંભળવા.

  3. January 31st, 2008 at 03:07 | #3

    THIS POEM AND PRIYAKANTBHAI AND MANIYAR PARIVAR ARE EVER CONNECTED WITH TRIVEDI PARIVAR.
    WHEN,PRYAKANTBHAI CAME TO VISIT ME IN SOMMERVILLE,MA WE SANG TO BRING THE PAST 1950’s ALIVE.

  4. vashishth shukla
    April 11th, 2008 at 10:10 | #4

    fantastic……….

  5. Sanjay Dave
    July 28th, 2008 at 19:24 | #5

    ખુબ જ સરસ બહુ મજા આવી. ઘના વરસો બાદ જુ ના ગીત સઁભ ળ વા મ ળ્યા.

  6. Hemant
    July 31st, 2008 at 09:05 | #6

    અજીત શેઠ નું સંગીત નિયોજન અને નિરૂપમબેન્ નો કંઠ, સંગીત ભવન ટ્રસ્ટ નું શ્રેષ્ઠ સર્જન.
    ” આંખે કંકુના સુરજ આથ્મ્યા”…યાદ આવી ગયું, ખુબ ખુબ આભાર……

  7. December 31st, 2008 at 07:41 | #7

    ખૂબ જ મજા આવી. સરસ કવીતા છે.

  8. POOJA PATEL
    March 27th, 2009 at 08:12 | #8

    મને આ ખુબ જ ગમે સુ રાધા નો પ્રેમ ને સુ કિસ્ના નો પ્રેમ હવે અવા પ્રેમ કયા જોવા મલે

  9. August 10th, 2009 at 13:31 | #9

    “દૂરતા કોઈ વખતે મોંઘી પડી” આ ગીત ના બોલ તેમ જ તેને સામ્ભળવા માટે હુ અહિયા તહિયા ફરતો રહુ ચ્હુ. પણ નિરાશા જ સામ્પ્ડે ચ્હે. PLease help me finding this song with its lyrics. I can remember it is sung by shri Purushottam Upadhyay and Shri Ashitbhai Desai.

    Thanks, i can’t narrate in words how excited i m to see ur effort in form of Rankar. તમે સાચેજ દરેક ગુજરાતી ના દિલ મા એક રણકાર સ્થાપી દીધો ચ્હે.

    અર્પણ નાયક

  10. prof. dr. jyotindra jani
    December 19th, 2009 at 13:35 | #10

    ખરેખર અદભુત આન્નન્દ દાયક આનુભવ જય્ગુરુદત્ત

  11. Nina
    February 21st, 2010 at 04:34 | #11

    Rankar is best Gujarati value site.
    Aaa nabh zukyu te Kanaji…geet takes me back to close to rivers of India. I live in Melbourne but my heart is goes to my Gujarat bhumi.

    Nina

  12. rasesh joshi
    April 1st, 2010 at 09:27 | #12

    my most favorrit song.

  13. B’sir
    September 23rd, 2010 at 01:55 | #13

    મારા કાન ને જયારે ભાષા ની ભૂખ લાગે ત્યારે અહીકને આવે પછી આંખના પ્યાલા માં ભરીને તે ધરાઈ ધરાઈ ને પીએ ‘રણકાર’ એ
    તો મારી ‘માં’ રૂપી ભાષાએ બાંધેલ “ભાષામૃત” પરબ છે અહી અભણ અને ભણેલા બધા તૃપ્ત થાય છે અને સતા અનુભવેછે.
    ભટ્ટ sir

  14. mansukh
    August 8th, 2011 at 09:51 | #14

    vahh

  15. vatsal m rana
    October 6th, 2012 at 13:09 | #15

    ૧૯૬૭-૧૯૬૮ ના વરસમાં પી ડી એમ કોલેજ માં ભણતો ત્યારે આ ગીત કવિશ્રી ના અવાજમાં રૂબરૂ સાંભળ્યું ‘તું એ યાદ આવી ગયું!મજા પડી ગઈ !

  16. nishidh
    November 27th, 2013 at 16:39 | #16

    Fantastic , પ્રિયકાંતભાઈ ના સ્વર માં આ ગીત Sydenham College ના પેહલા વર્ષમાં માણ્યું હતું .

  1. No trackbacks yet.