Home > પ્રાર્થના-ભજન, મીરાંબાઈ, રેખા ત્રિવેદી > ઝેર તો પીધાં જાણી જાણી – મીરાંબાઈ

ઝેર તો પીધાં જાણી જાણી – મીરાંબાઈ

સ્વર: રેખા ત્રિવેદી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

નથી રે પીધાં અણજાણી રે, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

કોયલ ને કાગ રાણા એક જ વરણા રે,
કડવી લાગે છે કાગવાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

ઝેર નાં કટોરા જ્યારે રાણાજી મોકલે,
તેનાં બનાવ્યા દૂધ-પાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

રીસ કરીને રાણો ખડગ ઉપાડે રે,
ક્રોધ રૂપે દરસાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

સાધુ નો સંગ મીરાં છોડી દિયો રે,
તો તુને કરુ પટરાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

બાઇ મીરાં કહે પ્રભુ ગીરીધરનાગર,
મન રે મળ્યાં કાનુદાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

નથી રે પીધાં અણજાણી રે, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી

Please follow and like us:
Pin Share
  1. Kartik Mistry
    July 19th, 2007 at 19:11 | #1

    “આપ આ વેબસાઇટ Windows XP અને Internet Explorer માં વધુ સારી રીતે જોઇ શકશો.”

    તો તમે વિન્ડોઝ (TM) (R) વાળા છો.. હમમ..

  2. Amit S. Panchal
    December 26th, 2008 at 16:35 | #2

    This song is very good..
    Please try to put some more bhajans like this..
    Thanks to site developer and નિરજ્

  3. November 30th, 2009 at 16:33 | #3

    મીરાંબાઈ ની રચનાઓ સાંભળી, ખૂબજ આનંદ થયો. તમારી સાઈટ ઘણી સારી છે.
    “સાજ્ મેવાડા

  4. surekha
    January 14th, 2012 at 14:20 | #4

    all bhajans of meera bai are worth listining

  5. ramesh
    January 20th, 2012 at 12:47 | #5

    surekhajee are you really xsoft hearted@surekha

  1. No trackbacks yet.