Home > પ્રણવ પંડયા, પ્રાર્થના-ભજન, સોનિક સુથાર > હરિ મારી આંખ્યુંમાં – પ્રણવ પંડયા

હરિ મારી આંખ્યુંમાં – પ્રણવ પંડયા

April 27th, 2009 Leave a comment Go to comments

સ્વરકાર: સુરેશ જોશી
સ્વર: સોનિક સુથાર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હરિ મારી આંખ્યુંમાં કરજો વિસામો,
પાંપણની પોટલીમાં આસુંનાં તાંદુલ લઈ
ઉભો હું થઈને સુદામો,
હરિ મારી આંખ્યુંમાં..

દરિયાની ભરતીમાં મોજાનો લોડ
એમ ઉછળવું કાયામાં રગોનું;
પાસંળીની પાર પીડા એટલી સમાઈ છે
જેટલું દ્વારીકામાં સોનું,
જરા ધસમસતા શ્વાસોને થામો.
મારી આંખ્યુંમાં કરજો વિસામો.

કીકીઓનાં કુંજામાં સપનાની કાંકરીઓ
નાખે જળધાર એક સીંચી;
કે ધારને કિનારે હરિ હસતાં દેખાય
પછી હળવી આંખ લઉં મીંચી.
હવે જળનો કિનારો છે સામો,
મારી આંખ્યુંમાં કરજો વિસામો.

Please follow and like us:
Pin Share
  1. April 27th, 2009 at 12:17 | #1

    સુંદર રચના…. ગાયકી પણ ઉત્તમ…

  2. Bharat Atos
    April 27th, 2009 at 14:06 | #2

    વાહ!
    ખુબ જ સુંદર ભજન.
    ઉત્તમ શબ્દો.

  3. April 27th, 2009 at 14:55 | #3

    vaah… my fav. one…. !!

    nicely composed …..

  4. M.D.Gandhi, U.S.A.
    April 27th, 2009 at 16:35 | #4

    બહુજ સુંદર ભજન છે.

  5. April 27th, 2009 at 19:57 | #5

    Bhajan by Ramesh Parekh, Music Suresh Joshi and sweet voice of Sonic Suthar was comforting the mind and body when Sprit wants to leave to reunit with Suprim.
    Keep Ranakar alive for Surfers…….

    Rajendra
    http://www.bpaindia.org

  6. Naishadh Pandya
    April 28th, 2009 at 04:59 | #6

    બહુજ સુન્દર અને સુરેખ

  7. વિજયકુમાર કૌશલ
    April 30th, 2009 at 06:56 | #7

    પ્રિય નીરજભાઇ,

    રણકો ની સાઇટમાં ખૂબ સરસ ગીતો સાંભળવા મળ્યા. ખાસ તો હું ઘણા સમયથી ડૉ. વિનોદ જોષીની ખૂબ સરસ રચના ‘ખડકી ઉઘાડી હું તો’મને શબ્દરુપે અને સાંભળવા પણ મળી. બહુ આનંદ થયો. જાણે વર્ષોથી ખોવાયેલ સ્વજન મળ્યુ.
    ખૂબ સરસ કામ કરો છો. ખૂબ અભિનંદન. તમને ખૂબ સરસ વિચાર આવ્યો આ પ્રકારની વેબસાઇટ શરુ કરવા માટેનો.
    વિજયકુમાર કૌશલ, અમદાવાદ

  8. dr.yogesh mehta
    May 12th, 2009 at 03:55 | #8

    wonderful creation, by all means.. thanks a lot.

  9. Deven Soni
    July 4th, 2009 at 00:19 | #9

    ખુબજ સુન્દર રચના

  10. Richa Thaker Bhatt
    August 10th, 2017 at 07:04 | #10

    this beautiful poem is not written by Ramesh Parekh, its penned by Pranav Pandya, m a huge fan of him..Pl. refer “Kavitathi vadhu kai nahi” – A collection of Gujarati poems by Pranav Pandya, Page 95, he has copyright on this poem..Pl. correct the basic information ASAP.

  1. No trackbacks yet.