માંડવાની જૂઈ – જીતુભાઈ મહેતા
May 5th, 2009
10 comments
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત દેસાઈ, પાર્થિવ ગોહિલ
અમથી અમથી મૂઈ,
ઓલ્યા માંડવાની જૂઈ.
કંપી કંપીને એ જીવન જીવી ગઈ,
ઝંખી ઝંખીને એ તરસી રે ગઈ,
ધૂપછાંવની ગોરી તોયે ધૂપથી ડરી ગઈ.
ઓલ્યા માંડવાની જૂઈ..
એની કાયામાં સુવાસ, જોબન શમાણાનો ઝંકાર
સનમ ક્ષણની બની ગઈ અને અમથી ખરી ગઈ.
ઓલ્યા માંડવાની જૂઈ..
હે આવ્યો ઊડીને પવન, જૂઈનું જોયું રે કફન
હે ચૂમી લીધું રે ચરણ, જૂઈનું કીધું રે હરણ
એને ઝાકળમાં નવડાવી, એને ઘૂળમાં પોઢાડી
સૂરજ આગમાં સળગાવી, એની માનીતી જૂઈ.
ઓલ્યા માંડવાની જૂઈ..
Categories: આશિત દેસાઈ, ગીત, જીતુભાઈ મહેતા, પાર્થિવ ગોહિલ, પુરષોત્તમ ઉપાધ્યાય
Email This Post
Print This Post
Email This Post
Print This Post







