આલ્બમ: સમન્વય ૨૦૦૬
સ્વર: આશિત દેસાઈ, પાર્થિવ ગોહિલ, પુરષોત્તમ ઉપાધ્યાય
અમથી અમથી મૂઈ,
ઓલ્યા માંડવાની જૂઈ.
કંપી કંપીને એ જીવન જીવી ગઈ,
ઝંખી ઝંખીને એ તરસી રે ગઈ,
ધૂપછાંવની ગોરી તોયે ધૂપથી ડરી ગઈ.
ઓલ્યા માંડવાની જૂઈ..
એની કાયામાં સુવાસ, જોબન શમાણાનો ઝંકાર
સનમ ક્ષણની બની ગઈ અને અમથી ખરી ગઈ.
ઓલ્યા માંડવાની જૂઈ..
હે આવ્યો ઊડીને પવન, જૂઈનું જોયું રે કફન
હે ચૂમી લીધું રે ચરણ, જૂઈનું કીધું રે હરણ
એને ઝાકળમાં નવડાવી, એને ઘૂળમાં પોઢાડી
સૂરજ આગમાં સળગાવી, એની માનીતી જૂઈ.
ઓલ્યા માંડવાની જૂઈ..