સાંજ પહેલાની સાંજ ઢળી છે – સુરેશ દલાલ
આલ્બમ:સમન્વય ૨૦૦૯
સ્વરકાર:આશિત દેસાઈ
સ્વર:અશ્વૈર્યા મજમુદાર
સ્વરકાર:આશિત દેસાઈ
સ્વર:અશ્વૈર્યા મજમુદાર
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
સાંજ પહેલાની સાંજ ઢળી છે શ્યામ હવે તો જાગો
તમે અમારા રોમ રોમમાં થઈ વાંસળી વાગો.
મોરપિંછ મબલખ તડકો સાવ સુંવાળો લાગે
તડકો પણ આ સંગ તમારી માખણ જેવો લાગે
તમે અમારી જેમ શ્યામ, સંગ અમારો માગો.
તમે અમારા રોમ રોમમાં થઈ વાંસળી વાગો.
વૃંદાવનમાં હરશું ફરશું, ગાશું ગીત અનેરા,
કોઈ વૃક્ષની છાંય પછી તો ગિરિધર મેરો મેરો
શ્યામ તમારી સંગ અમારો જનમ જનમનો લાગો
તમે અમારા રોમ રોમમાં થઈ વાંસળી વાગો.
મારું પ્રિય ભજન…શ્રીજીબાવા નાં ઉથાપન ના દર્શન સમય નું ભજન.
સુંદર શબ્દો … સુંદર સ્વર .. સુંદર સંગીત …!!!!
વાહ… મારું ખૂબ જ ગમતું ગીત … !
ગાયિકાનું નામ બરાબર તપાસી જોજે !
good in gujarati
માત્ર ત્રણ વાતો આ સ્વરાંકન અને શબ્દાંકન માટે …આ અવાજ માટે ..!!
૧..અદભૂત..!!
૨ .અદભૂત ..!!
૩ .અદભૂત ..!!
નીરજભાઈ જલસો કરાવી દીધો …
રણકાર નો આભાર …!!